Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીના કાર્યક્રમ અન્વયે રિવરફ્રન્ટના અમુક હિસ્સામાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ અન્વયે 27 ઓગષ્ટ, શનિવારના દિવસે રિવરફ્રન્ટના અમુક હિસ્સામાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ માટે શહેર પોલીસ કમિશ્નરનું જાહેરનામું

વાડજ સ્મશાનગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો સરદાર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ જતો-આવતો રસ્તા પર બપોરે 2 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થવા સુધી વાહનોની આવન-જાવન પર પ્રતિબંધ

નાગરિકોની સુવિધા માટે વાડજ સર્કલથી અંજલી ઓવરબ્રીજ સુધીનો વૈકલ્પિક રૂટ જાહેર

27, ઓગષ્ટ 2022ના રોજ વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન, લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની મુલાકાત લેવાના છે. સાબરમતીના પશ્ચિમ બાજુના રિવરફ્રન્ટ પર 7500 ચરખા કતાઈ કાર્યક્મ સહિત મુખ્ય સમારોહ યોજાનાર છે.

ત્યારે VIP/VVIP તથા આમંત્રિતોના વાહનોની અવરજવરને કારણે જાહેર જનતાને અસુવિધા ન પડે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર તા. 27/08/2022, શનિવારની બપોરે 2 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થવા સુધી વાડજ સ્મશાનગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો સરદાર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ જતા-આવતા રસ્તા પર સામાન્ય નાગરિકો માટે પ્રવેશબંધી રહેશે.

આ રસ્તેથી પસાર થતા લોકોને અસુવિધા ન થાય તે માટે વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલથી ઉસ્માન પુરા ચાર રસ્તા, ત્યાંથી બાટા શો રૂમ ચાર રસ્તા, ત્યાંથી ડિલાઈટ ચાર રસ્તા થઈ ટાઉન હોલ ચાર રસ્તા, ત્યાંથી પાલડી ચાર રસ્તાથી
મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈને અંજલી ઓવરબ્રીજ મધ્યભાગ સુધીનો વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત જાહેરનામાને અવગણીને જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાંથી વાહન લઈને પસાર થશે તો ભારતીય ફોજદારી કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ ગુનો દાખલ કરી સજાને પાત્ર બનશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના માટે સંયુક્ત/ અધિક પોલીસ કમિશ્નરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત જાહેર કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.