વેજલપુરમાં વરસાદી પાણીની નિકાલ માટે સ્ટોર્મ લાઈન નાખવામાં આવશે

AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ના ચોમાસા પહેલા નિવારણ કરવા મ્યુનિસિપલ શાસકો કટિબદ્ધ છે. જેના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમ ઝોનનાં વેજલપુર વિધાનસભામાં આવતા વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટે મકરબા પોલીસ હેડ કવાર્ટસ થી સરખેજ ઓકાફ થઇ ફતેવાડી કેનાલ કોસ કરી સાબરમતી નદી સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઇન નાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે રૂ.31.55 કરોડનો ખર્ચ થશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના દક્ષિણ પશ્વિમ ઝોનમાં વેજલપુર વિધાનસભામાં હદ વિસ્તારમાં આવતા વેજલપુર ચોક પાસેના બળિયાદેવ મંદીર થી સોનલ સિનેમા રોડ પર મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ વિસ્તારમાં નિચાણવાળા ભાગમાં ચોમાસા દરમ્યાન વર્ષોથી વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન ઉદ્ભવે છે.
સદર વિસ્તારામાં નિચાણવાળા ભાગમાં આવેલ સોસાયટીઓ જેવીકે બકેરીસિટી,વેજલપુરગામ તેમજ આસપાસના ફલેટ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાથી નાગરીકોને આર્થિક નુકશાન થાય છે.
વેજલપુર વિસ્તારની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મકરબા પોલીસ હેડ ક્વાટર્સ થી નહેરુનગર થઈ ગુલશન એ મહેર સ્કૂલ રોડ થઈ ટીપી 85 થઈ સાબરમતી નદી તરફ વરસાદી પાણી લઇ જવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી કરવાથી આશરે 2.25 લાખ લોકોને ફાયદા થશે. મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા અંદાજે સ્ટોર્મ વોટર ડ્કટ લાઈન ૪.૬૭૯ કીલો મીટર નાખવામાં આવશે. સ્ટ્રોમ વોટર ડ્કટની સાઈઝ ૩.૫૦ x ૧.૫૦ ३.५० x २.०० રહેશે જયારે ફતેવાડી ક્રોસીંગ પાસે ૬૫૦ × ૧.૨૦ ३.५० x २.०० લાઈનો નાખવામાં આવશે.