એક એવું ગામ જ્યાં ભર ઉનાળે ચપ્પલ પહેરવા પર પ્રતિબંધ…
નવી દિલ્હી, આપણા દેશમાં ધાર્મિક માન્યતાઓનુ અલગ જ મહત્વ છે. દેશના જુદા જુદા સ્થળોએ ભગવાન અને ધર્મને લઈને અલગ અલગ નિયમો જાેવા મળતા હોય છે. ત્યારે એક ગામ એવું છે જ્યાં ગામમાં પગરખા પહેરવાની મનાઈ છે. બહારના લોકોને ગામ બહાર પગરખા રાખીને અંદર આવવું પડે છે.
ભગવાન વેંકટેશ્વર સ્વામીને આદર આપવા માટે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પાકલા મંડળના મુખ્ય મથકથી ૨૦ કિલોમીટર દૂર આવેલા વેમનગરી ઈન્ડલુ ગામના રહેવાસાઓના પૂર્વજાે પગરખાં પહેરવાનુ ટાળતા હતા. હવે આજના સમયે આ વર્ષો જૂના રિવાજાે, નિયમો અને પરંપરાઓનું પાલન કરવા માટે રહેવાસીઓ અહીં કોઈપણ પ્રકારના પગરખા પહેરવાનું બંધ કર્યું છે. Vemnagari Indlu Village
૧૨૦ પરિવારોનુ આ નાનકડું ગામ ખૂબ જ આધ્યાત્મિક છે. અહીં ગ્રામજનો ભગવાન વેંકટેશ્વર સ્વામીની નાના પથ્થરના સ્વરૂપમાં પૂજા કરે છે અને તેમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રામવાસીઓ ભગવાન લક્ષ્મી નરસિમ્હા સ્વામી અને દેવી ગંગામ્માની પણ અત્યંત ભક્તિભાવ સાથે પૂજા કરે છે. તેમની ભક્તિને કારણે જ્યારે પણ બહારથી કોઈ આવે છે ત્યારે ગામમાં પ્રવેશતા પહેલા જ ગામની સીમાએ લોકો પોતાના પગરખા બહાર ઉતારી દે છે અને પછી ગામમાં પ્રવેશ કરે છે.
આ સિવાય તમને જાણીને પણ નવાઈ લાગશે કે આ ગ્રમજનો બહારથી આવેલા કોઈપણ વ્યક્તિને પોતાને સ્પર્શ પણ કરવા દેતા નથી. વેંકેટેસુલુ નામના ગ્રામવાસીએ વાતચીતમાં જણાવ્યું કે, ભગવાન વેંકટેશ્વર આ જગ્યા પર નિવાસ કરે છે. શું આપણે પગરખાં લઈને મંદિરમાં પ્રવેશ કરીએ છીએ? અમે આ સ્થળને મંદિર જ માનીએ છીએ અને આ જ કારણે અમે પગરખા પહેરતા નથી.
જે લોકો અમારી માન્યતાઓ વિશે અજાણ છે શક્ય છે કે તે અમને પાગલ પણ ગણે, જાે એવું હોય તો અમે પાગલ ગણાવા તૈયાર છીએ, અમને તેમાં કોઈ વાંધો નથી. આ ગ્રામવાસીઓ કોઈ અન્ય સ્થળે જાય ત્યારે કોઈપણ પ્રકારનુ ભોજન કરતા નથી. તેઓ અન્ય સ્થળોનુ પાણી સુદ્ધા પીતા નથી. તેમની માન્યતા છે કે, ભગવાન વેંકટેશ્વર સ્વામી જેમણે ગામને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું હતું. તેઓ ગામમાં જ રહેશે, તો ગ્રામ્ય જીવન અને ગામના લોકો સુખ શાંતિથી જીવન જીવશે.
ગામમાં કોઈ બીમાર પડે ત્યારે તેઓ ચોક્કસ પાંદડાનો રસ આપીને તેની સારવાર કરે છે અને દર્દી જલ્દી જ સ્વસ્થ થઈ જાય તેવી ભગવાન વેંકટેશ્વર સ્વામીને પ્રાર્થના કરે છે. જાે કોઈને સાપ કરડે તો પણ તેઓ દવાખાને જવાને બદલે ગામમાં જ ચોક્કસ સ્થળની પરિક્રમા કરે છે.. જ્યારે સમગ્ર વિશ્વભર સૌથી ભયંકર મહામારી એવો કોરોના વાયરસ ફેલાયો અને તેના પરિણામે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા, ત્યારે વેમનગરી ઈન્ડલુના રહેવાસીઓએ કોવિડની રસી લેવાની પણ ના પાડી હતી.SS1MS