Western Times News

Gujarati News

Heath : વાતરક્ત રોગ, સાંધાઓમાં સોજાે દુખાવો થાય છે

વાતરક્તઃ વાતરક્તને અંગ્રેજીમાં ગાઉટ કહે છે. લાલાશવાળા સોજા સાથે તીવ્ર પીડા આપતો ગાઉટ મેટાબોલિક ડિસઓર્ડર છે. મેટાબોલિક ડિસઓર્ડર એટલા માટે કહેવાય છે કેમકે પગનાં અંગૂઠામાં સોજાે આવવાની સાથે દુખાવાથી થતાં આ રોગ થવાનું મુખ્ય કારણ પ્રોટીનનાં પાચન દરમ્યાન ઉત્પન્ન થતાં પ્યુરીનમાંથી બનતાં યુરિક એસિડનું પ્રમાણ એટલું વધારે હોય કે જેનું કિડની દ્વારા થતાં લોહીનાં શુદ્ધિકરણ દરમ્યાન સંતુલન ન જળવાઈ શકવાથી યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં સતત વધુ રહે છે, જેનું ક્રિસ્ટલાઈઝેશન થવાથી હાડકાના સાંધાઓમાં તે જમા થાય છે જેથી સાંધાઓમાં સોજાે-દુખાવો થાય છે. આયુર્વેદાનુસાર વાયુ તત્વની અસમતુલા માટે જવાબદાર કારણોથી વિકૃત થયેલો વાયુ જયારે રક્ત અને અસ્થિ, મજ્જા ધાતુઓને દુષિત કરે છે ત્યારે સાંધાઓમાં સોજાે, જડતા, લાલાશ, ગરમાવા જેવા લક્ષણો સાથે ‘વાતરક્ત’ રોગ થાય છે. આયુર્વેદમાં વાતરક્ત થવાનાં કારણો તથા ઉપચાર બાબતે વિગતે વર્ણન છે.

આયુર્વેદનુસાર ગાઉટ થવા માટે જવાબદાર કારણોઃ વાયડા, પચવામાં ભારે, શીંબીધાન્ય ;વાલ, વટાણા વગેરે કઠોળ, વધુ પ્રમાણમાં ઠંડા, જે ખોરાકમાં વધુ તુરા રસવાળા, લુખ્ખા તથા શીતવીર્ય ;જેની તાસીર ઠંડી છે તેવા પદાર્થો વપરાયા હોય. વાસી, ખૂબ લાંબા સમયથી રાંધીને રાખી મૂકાયેલો ખોરાક, નાસ્તા, ફ્રિઝકોલ્ડ ખોરાક. ખારો રસ ધરાવતા ખોરાકનો વારંવાર ભોજનમાં ઉપયોગ થાય. પાચનશક્તિ નબળી હોય તેમ છતાં ભારે, ચીકણા દ્રવ્યો જેવાકે તળેલાં, વધુ ચીઝ-બટર, માવો, મેંદો, ખાંડ, મીઠાઈ, વધુ માત્રામાં દૂધ, દહીં, દૂધની મીઠાઈઓનો ઉપયોગ ખોરાકમાં વારંવાર અથવા વધુ પ્રમાણમાં કરવો. ભોજનનો સમય ભૂખ લાગવાની સાથે કે શરીરની શક્તિની જરૂરિયાત સમયે મેળ ન ખાતો હોય તેવા કારણોથી પણ અપચો થવાને પરિણામે વાયુતત્વ અસંતુલિત થાય છે. અગાઉ ખાધેલો ખોરાક પચ્યો પણ ન હોય અને ફરીથી ખાવાથી અજીર્ણ થાય છે. અગાઉ જમ્યા પછી ભૂખનાં સંવેદન થાય ત્યારે અગાઉનું ભોજન પચી ગયું સમજવું. પાચન માટે જરૂરી પાચકરસો વપરાઈ ગયા હોય, પાચનની ક્રિયા ચાલુ હોય અને ખાવાનું ઉપરા ઉપર ખાવાથી ‘આમ’ બને છે. જે વિષ જેવું કામ કરે.

ખોરાક સબંધિત કારણો ઉપરાંત રોજબરોજનાં જીવનમાં સ્ટ્રેસ, ઊંઘ બરાબર ન આવવી, ઉજાગરા કરવા, ગુસ્સો ખૂબ આવવો, જરૂર કરતાં વધુ ઝડપથી બોલવું, ચાલવું, જમવું વગેરે ક્રિયાઓ પણ વાયુ તત્વનાં અસંતુલન માટે કારણભૂત બને. વાયુની વિકૃતિથી જયારે રક્ત ધાતુનાં નિર્માણ, સંચારણ અને શુદ્ધિકરણમાં બાધા ઉત્પન્ન થાય ત્યારે વાયુથી દૂષિત રક્ત અને મજ્જા, અસ્થિ ધાતુઓમાં થતી વિકૃતિ ‘વાત રક્ત’ કરે છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજાે રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. એનાથી જીર્ણ જ્વર, વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. જાે લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને ૨૦૦ ગ્રામ શતાવરીના મુળીયાનું ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી ઉપરોક્ત સમસ્યા મટે છે. અગથીયાનાં ફુલ જુની શરદી અને વાતરક્ત (ગાઉટ) મટાડનાર છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે. એના પર ચંદ્રકળા જેવાં વળાંકયુક્ત સુંદર ફુલો આવે છે. ફુલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. આયુર્વેદ દવા વેચનારાને ત્યાં અગથીયો મળતો હોય તો એની માહિતી મને નથી. દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નીયમીત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્ય સાંધાના રોગો મટે છે, કેમ કે મધ શરીરમાં એકઠો થયેલો યુરીક એસીડ ઝડપથી બહાર ફેંકી દે છે. મધ ચોખ્ખું હોવું જાેઈએ, નહીંતર આ પ્રયોગ નુકસાન કરી શકે.

મહાનારાયણ, પંચગુણ જેવા વાયુનાશક તેલથી દુખતા સાંધા પર માલિશ કરવી. ગાઉટ મટાડે તેવા આયુર્વેદિય સામાન્ય સૂચનો રોગ માટે જવાબદાર કારણો વિશે સમજી અને તે દૂર થાય તેવું કરવું ચિકિત્સા માટે જરૂરી છે. આથી ખોરાક તથા લાઈફ સ્ટાઇલ બાબત આવશ્યક તકેદારી લેવી. વાલ, વટાણા, કઠોળ વગેરે પ્રોટીનરીચ ડાયેટ તથા વધુ માત્રામાં મીઠું તથા ખટાશ બંધ કરવી. તળેલાં, મસાલેદાર, આલ્કોહોલયુક્ત પીણાં બંધ કરવા. ખોરાકમાં દૂધ, તુરિયા, પરવર, ટીંડોળા, ગલકા, કાચા કેળા, મેથી, તાંદળજાે, બથવા જેવી શાકભાજી, તલનું તેલ, લસણ, આદું, મેથીનાં દાણા, હિંગ વગેરેનો ઉપયોગ કરી વાપરવા.

મગની પાતળી દાળ, ફુલકા રોટલી, કમોદ, જીરાસર, સોનામસૂરી જેવા ચોખા વાપરવા. દહીં, તીખી-ખાટી ચટણી, કઢી, ટોમેટો કેચપ, રાયતાં બંધ કરવા. ઋતુ પ્રમાણેનાં મીઠાં-તાજાં ફળો, કચૂંબર ખાવા. ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું. ભોજનમાં અજમો, મેથીના દાણા, આદુ, લસણનો ઉપયોગ વધુ કરવો. અન્ય સૂચનો; મહાનારાયણ, પંચગુણ જેવા વાયુનાશક તેલથી દુખતા સાંધા પર માલિશ કરવી. કબજીયાતનો ઉપચાર એરંડભૃષ્ટ હરડે, સ્વાદિષ્ટ-વિરેચન ચૂર્ણ વગેરેથી કરી આંતરડા સ્વચ્છ રાખવા. નિયમિત ચાલવું, કસરત, યોગાસન થી રક્ત સંચારણ અને લીવર, કિડની વગેરે મહત્વપૂર્ણ અવયવોના કાર્ય સુધરે તેવી અંગ કસરત કરવી. સ્ટ્રેસ, ચિંતા, ક્રોધનું યોગ્ય પ્રવાહણ થાય તે માટે માર્ગદર્શન મેળવવું.

ગાઉટ મટાડવા મદદરૂપ થાય તેવા ઘરગથ્થુ

ઉપચારઃ ગળો, હરડે, હળદર જેવા વાનસ્પતિક ચૂર્ણોનો ૩-૩ ગ્રામ પાણી સાથે સવાર-સાંજ ઉપયોગ કરવો. અભયાદિ ક્વાથનો ભૂક્કો ગાંધીને ત્યાંથી લાવી તેનો ઉકાળો બનાવી સવાર-સાંજ ૨ ટેબલસ્પૂન પાણી સાથે જમ્યા બાદ લેવો. અનુભવસિદ્ધ ઃ ગાઉટનો દુખાવો પગનાં અંગુઠાથી શરૂ થાય છે. પરંતુ રોગ જૂનો થતાં હાથનાં કાંડા, કોણી, પગની ઘૂંટી, ગોઠણ, તળિયામાં દુખાવો થાય છે. દુઃખાવાને “વા” સમજી પેઈનકિલર દવાઓ કે કોઇપણ ગુગળની વટી ખાઈ મટાડવાનો પ્રયત્ન કરવાથી રોગ વધી શકે છે. ટેમ્પરરી પેઈન મટાડવા માટે વારંવાર અયોગ્ય દવા ખાધા કરવાથી રોગ કાયમી ઘર કરી જાય છે. અમૃતાદ્ય ગુગળ, અભયાદિ મોદક વગેરે યોગ્ય માર્ગદર્શન હેઠળ લેવાથી યુરિક એસિડ રેગ્યુલર થાય છે. સાંધામાં નુકશાન થતું અટકાવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.