વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સનો IPO 29 માર્ચ, 2022ના રોજ ખુલશે
વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ લિમિટેડના ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ શેરદીઠ ₹130થી ₹137 નક્કી થઈ છે
મુંબઈ, વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ લિમિટેડ (“કંપની” અથવા “ઇશ્યૂઅર”)એ એની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઓફર”) 29 માર્ચ, 2022ના રોજ લાવવાની યોજના બનાવી છે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ 28 માર્ચ, 2022 રહેશે. Veranda Learning Solutions Limited Initial Public Offer to open on March 29, 2022
ઓફરની પ્રાઇસ બેન્ડ ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ ₹130થી ₹137 નક્કી થઈ છે. બિડ લઘુતમ 100 ઇક્વિટી શેર માટે અને પછી 100 ઇક્વિટી શેરના ગુણાકમાં કરી શકાશે.
ઓફર ઇશ્યૂઅરનાં કુલ ₹2,000 મિલિયન સુધીના ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) ધરાવશે.
આ ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ) રેગ્યુલેશન્સ, 2018, જેમાં થયેલા સંશોધન સાથે (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”)ના નિયમન 31 સાથે સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો, 1957,
જેમાં થયેલા સંશોધન મુજબ (“એસસીઆરઆર”)ના નિયમ 19(2)(બી)ની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવી છે. આ ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(2) સાથે સુસંગત રીતે બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (“QIB પોર્શન”)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,
જેમાં શરત એ છે કે, અમારી કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારક BRLM સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (“એન્કર રોકાણકાર પોર્શન”). એન્કર રોકાણકાર પોર્શનનો એક-તૃતિયાંશ કે 33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જેમાં શરત એ છે કે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારની ફાળવણી કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળશે.
એન્કર રોકાણકારો પોર્શનના અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શન (એન્કર રોકાણકાર હિસ્સા સિવાય) (“નેટ ક્યુઆઇબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે. ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે
અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરશે, જે માન્ય બિડ ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડની કુલ માગ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબીને ફાળવણીના સપ્રમાણ માટે નેટ ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
વળી સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે નેટ ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સ અને મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. તમામ બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને ઓફરમાં સહભાગી થવા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રક્રિયાનું પાલન કરવું પડશે,
જે માટે તેમના સંબંધિત બેંક એકાઉન્ટ (યુપીઆઈ વ્યવસ્થાનો ઉપયોગ કરીને RIBs માટે યુપીઆઈ આઇડી સહિત)ની વિગત આપવી પડશે, જેમાં બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) કે યુપીઆઈ વ્યવસ્થા દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા એન્કર રોકાણકાર પોર્શનમાં સહભાગી થવાની છૂટ નથી.
ક્લોઝિંગ પછી આ ઓફરમાં ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ એમ બંને પર થશે. અહીં ઉપયોગ થયેલા, પણ પરિભાષિત ન થયેલા મૂડીકૃત શબ્દોનો અર્થ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અને પ્રોસ્પેક્ટ્સમાં તેમના સૂચિત અર્થો જેવો રહેશે.