Western Times News

Gujarati News

જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાંખનાર હોસ્પિટલને કલોઝર નોટીસ ફટકારાઈ

વેરાવળ, વેરાવળની અલીફ હોસ્પિટલે જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતા કાર્યવાહી કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા બેદરકારી દાખવનારી હોસ્પિટલને કલોઝર નોટીસ ફટકારીર છે.

વેરાવળની અનેક હોસ્પિટલો દ્વારા ગ્લોસ ડ્રેસીગ ઈન્જેકશન, નીડલ વગેરે જેવા બાયોમેડીકલ વેસ્ટ પાલીકાના ડમ્પીગ યાર્ડ ખાતે ખુલ્લામાં નાખવામાં આવી રહયો હોવાથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જીલ્લા કલેકટર દિગ્વીજયસિંહ જાડેજા દ્વારા શહેર તથા આસપાસની હોસ્પિટલોમાં બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ કુલ ર૦૧૬ના માપદંડ મુજબ બાયોમેડીકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કે કેમ ?

આ ઉપરાંત તમામ નિયમોનું પાલન થાય છે. કે કેમ ? તે અંગે જીપીસીબી આરોગ્ય અને રેવન્યુ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે તમામ હોસ્પિટલના સંચાલકોને બાયોમેડીકલ વેસ્ટ બાબતે નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી.

દરમ્યાન તપાસમાં વેરાવળમાં અલીફ હોસ્પીટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાયોમેડીકલ વેસ્ટ ખુલ્લામાં નાખતા હોવાનું અને બાયોમેડીકલ વેસ્ટના નિયમોનું ઉર્લ્લંઘન કરી રહયા હતા. આ અંગે પ્રાંત અધિકારીએ તપાસ કરી અહેવાલ કરતા જીલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ હતો. જેને લઈને જીપીસીબીએ અલીફ હોસ્પિટલને કલોઝર નોટીસ ફટકારી છે.

ત્યારે હવે જીલ્લામાં કોઈપણ હોસ્પિટલ બાયોમેડીકલ વેસ્ટના નિયમોનું પાલન નહી કરે તે તેઓની સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.