આરટીઈ પ્રવેશ માટે શહેરની ૪૦ શાળાઓનું વેરીફીકેશન બાકી
વેરીફીકેશન કરવા માટે અગાઉ સૂચના આપી છતાં શાળાઓની ઉદાસીનતા વેરીફીકેશનની કામગીરી પુર્ણ કરી દેવા માટે શાળાઓને તાકીદ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવેલી ૪૦ શાળાઓએ રાઈટ ટુ એજયુકેશન આરટીઈ ના પ્રવેશને લઈને હજુ સુધીી સ્કુલનું વેરીફેશન કરાવ્યું ન હોવાનું સામે આવ્યું છે. જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વેરીફીકેશન કરવા માટે અગાઉ સુચના આપી હોવા છતાં આ શાળાઓએ કામગીરીમાં ઉદાસીનતા દાખવી હતી. ત્યારબાદ પણ કચેરી દ્વારા બાકી શાળાઓને વેરીફીકેશન કરવા માટે તાકીદ કરી હતી. પરંતુ ત્યારે પણ શાળાઓએ વેરીફીકેશન કરાવ્યું ન હતું. જેથી હવે ડીઈઓએ બાકી રહેલી ૪૦ શાળાઓને ૧૦ શુક્રવાર સુધીમાં વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ કર્યો છે.
આરટીઈ એકટ અંતર્ગત નબળા અને વંચીત જુથના બાળકોને ખાનગી પ્રાથમીક શાળાઓમાં શૈક્ષણીક વર્ષ ર૦ર૩-ર૪માં ધો.૧માં વિનામૂલ્યેય પ્રવેશ આપવાની કાર્યવાહી ઓનલાઈન હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીની પુર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરી વિસ્તારની તમામ શાળાઓઅની શાળા વેરીફીકેશનની કામગીરી શરૂ કરી હતી અને મોટાભાગની શાળાઓએ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ પણ કરી દીધી છે. જાેકે સુચના આપવામાં આવી હોવા છતાં ઘણી શાળાઓએ વેરીફીકેશન કર્યું ન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરની અનેક શાળાઓએ કામગીરી કરી ન હોવાથી અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી આ શાળાઓને પત્ર મોકલી વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
અગાઉ ડીઈઓ દ્વારા આ શાળાઓને ર૭ ફેબ્રુઆરી સુધીમાં વેરીફીકેશનની કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપી હતી. તેમ છતાં શાળાઓએ કામગીરી કરી ન હોવાથી હવે આ શાળાઓને ૧૦ માર્ચ સુધીમાં કામગીરી પુર્ણ કરી તે અંગે વિગતો જમા કરાવવા માટે આદેશ કર્યો છે. અમદાવાદ શહેરમાં આવેલી ૪૦ જેટલી શાળાઓએ હજુ સુધી આરટીઈ માટે શાળાઓનું વેરીફીકેશન કરાવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગની શાળાઓ પુર્વ વિસ્તારમાં આવેલી છે. આ શાળાઓની યાદી જીલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરી છે. અને ૧૦ માર્ચ સુધીમાં વેરીફીકેશનની કામગીરી કરી દેવા માટે આદેશ કર્યો છે. વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં આરટીઈના પ્રવેશની કાર્યવાહી શરૂ કરાશે.