વર્ટેક્સ હાઇડ્રોજને યુકેના અગ્રણી ઉદ્યોગોનું ડિકાર્બોનાઇઝેશન કરવા 1,000 મેગાવોટ હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતીઓ કરી
મુંબઈ, ઊર્જા સંક્રમણ કે પરિવર્તનમાં લીડર વર્ટેક્સ હાઇડ્રોજન (“વર્ટેક્સ”)એ એસ્સારની એલ્સમેરે પોર્ટમાં સાઇટ– હાયનેટ નોર્થ વેસ્ટ ક્લસ્ટરનું હાર્દમાં યુકેનું પ્રથમ મોટા પાયાનું, લૉ કાર્બન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્ર વિકસાવ્યું છે. Vertex Hydrogen signs agreements to supply over 1,000MW of hydrogen to decarbonise leading UK industries
વર્ટેક્સે હવે વિસ્તારમાં ઉદ્યોગજગતની અગ્રણી કંપનીઓને 1,000 મેગાવોટ લૉ કાર્બન હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા
સમજૂતીઓ કરી છે. ઊર્જાનું આટલું પ્રમાણ લિવરપૂલ જેવા મોટા શહેરોની ઊર્જા જરૂરિયાતને સમકક્ષ છે, જે વર્ટેક્સની
હાઇડ્રોજન ઉત્પાદનની સંપૂર્ણ પ્રારંભિક ક્ષમતા છે અને વિસ્તારમાં મહત્વપૂર્ણ હાઇડ્રોજન માળખામાં રોકાણને સક્ષમ બનાવે છે. આ સીમાચિહ્નરૂપ સફળતા વર્ટેક્સને યુકેમાં સૌથી મોટા અને સૌથી અદ્યતન લૉ કાર્બન હાઇડ્રોજન કેન્દ્ર બનાવે છે.
આ પ્રોજેક્ટ વિસ્તારના ઔદ્યોગિક ઉત્સર્જનમાં 10 ટકાથી વધારે ઘટાડો કરવા હાયનેટ પ્રોજેક્ટ દ્વારા સંગ્રહ થનાર 1.8 મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડ (CO2)ને ઝડપશે – જે માર્ગો પરથી 750,000 કારના ઉત્સર્જનને સમકક્ષ છે.
આ પ્રોજેક્ટ હાઇડ્રોજન પ્લાન્ટ તથા સંલગ્ન વિસ્તારમાં હાઇડ્રોજનના પરિવહન અને સંગ્રહ માળખામાં £2 અબજથી વધારેનું સીધું રોકાણ કરશે – જે આ વિસ્તારમાં આવશ્યક રોજગારીનું સર્જન અને તેમાં વધારો કરશે.
આ વિસ્તારમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય વ્યવસાયો પાસેથી હાઇડ્રોજનની માગ મળી છે, જેઓ અનેક ચાવીરૂપ ક્ષેત્રોમાં
તેમના હાલ કાર્બનનું વધારે ઉત્સર્જન કરતાં ઇંધણોમાંથી લૉ કાર્બન હાઇડ્રોજન તરફ અગ્રેસર થઈને પ્રથમ લૉ કાર્બન
કામગીરીઓ હાથ ધરવા આતુર છે. આ ઉપભોક્તાઓ નોર્થ વેસ્ટમાં ઉત્પાદનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 340,000
લોકોને રોજગારી આપે છે. એમાં પર્યાવરણને અનુરૂપ ઉડ્ડયન ઇંધણો, ગ્લાસ અને સિમેન્ટ ઉદ્યોગોમાં ઇનોવેટર્સ પણ સામેલ છે.એનસર્કના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિયન કરીએ કહ્યું હતું કે: “વર્ટેક્સ હાઇડ્રોજન સાથે આ જોડાણ અમને ગ્લાસ ઉદ્યોગમાં
પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે, કારણ કે અમારો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં નેટ ઝીરો બોટલ્સ ઉત્પાદન કરવાનો છે.
ગ્લાસ આવશ્યક સામગ્રી છે અને ઘણી રીતે સસ્ટેઇનેબ્લ છે. આ ઇ. સ. પૂર્વે 3500થી અસ્તિત્વ ધરાવે છે અને એનું
ડિકાર્બોનાઇઝેશન કરવા હાઇડ્રોજનનો ઉપયોગ આગામી સદીઓ માટે પેકેજિંગ પસંદ બનશે એવું અમારું માનવું છે.”એસ્સાર ઓઇલ યુકેના સીઇઓ દીપક મહેશ્વરીએ ઉમેર્યું હતું કે: “અમારી ઓફટેક સમજૂતી અને અમારી અન્ય પહેલો અમારા વ્યૂહાત્મક લક્ષ્યાંકો પ્રદાન કરવા સ્પષ્ટ કામગીરી તરફ અમને લઈ જવાનું સતત ઉદાહરણ છે. અમને વિસ્તાર અને યુકેમાં
વિશેષ કરીને ઔદ્યોગિક ડિકાર્બોનાઇઝેશનમાં લીડર બનવા પર ગર્વ છે.”
ટાટા કેમિકલ્સ યુરોપના મેનેજિંગ ડિરેક્ટર માર્ટિન એશક્રોફ્ટે કહ્યું હતું કેઃ “અમે વર્ટેક્સને સતત ટેકો આપીએ છીએ અને અમારી આંતરરાષ્ટ્રીય સ્તરની સીએચપી સુવિધામાં ઉત્સર્જનના સ્તરમાં વધારે ઘટાડો કરવાની વાસ્તવિક તક તરીકે લૉ
કાર્બન હાઇડ્રોજન સેગમેન્ટને જોઈએ છીએ. આ સમજૂતી અમારા સંબંધના આગામી પગલાંને સૂચવે છે,
કારણ કે અમે ઔદ્યોગિક ડિકાર્બોનાઇઝેશનમાં લીડર તરીકે અમારી સફર જાળવી રાખી છે.”
પિલ્કિંગ્ટન યુનાઇટેડ કિંગ્ડમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નીલ સીડરે કહ્યું હતું કે: “અમે વર્ષ 2050 સુધીમાં કાર્બન
ન્યૂટ્રલ બનવાના અમારા એનએસજી ગ્રૂપના લક્ષ્યાંક પ્રત્યે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. કુદરતી ગેસને બદલે હાઇડ્રોજનનો
ઉપયોગ કરીને ફ્લોટ ગ્લાસ ફર્નેસનો ઉપયોગ કરીને દહન કરવું કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની અમારી વ્યૂહરચનાનો
મહત્વપૂર્ણ ભાગ છે.”