દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયે ૭૩ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
મુંબઈ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “દેવરાજ રાયનું બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં એક મોટું નામ હતું. તેમણે મશહૂર નિર્દેશકોની ફિલ્મોમાં અભિનય કર્યાે અને પ્રશંસા મેળવી હતી. હું તેમને લાંબા સમયથી ઓળખતી હતી. તે ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”દેવરાજ રાયનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ થયો હતો.
તેમણે ૧૯૭૦માં સત્યજીત રેની ફિલ્મ ‘પ્રતિદ્વંદ્વીથી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી તેમણે ૧૯૭૧ માં મૃણાલ સેનની ‘કોલકાતા ૭૧’ માં ભૂમિકા ભજવી હતી. જેમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. દેવરાજે તપન સિંહા, તરુણ મજુમદાર, વિભૂતિ લાહા જેવા તે યુગના મશહૂર નિર્દેશકો સાથે પણ કામ કર્યું હતું. તપન સિન્હાની ફિલ્મ ‘રાજા’માં તેમનો અભિનય હંમેશા યાદગાર રહેશે.
આ ઉપરાંત ૧૯૭૩માં દિનેન ગુપ્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મર્જીના અબ્દુલ્લા’માં મીતુ મુખર્જી સાથેની તેની જોડીએ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેમણે ભજવેલું પાત્ર અને મન્ના ડેનું ગીત આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે.
આ સાથે દેવરાજ રાયે માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ સ્ટેજ પર પણ પોતાની અભિનય આપી પ્રતિભા દેખાડી હતી. તેઓ દૂરદર્શન પર સમાચાર વાંચનમાં પણ ખૂબ લોકપ્રિય હતા.
૧૯૭૬માં તેમણે અભિનેત્રી અનુરાધા રાય સાથે લગ્ન કર્યા.છેલ્લા કેટલાક સમયથી શારીરિક સમસ્યાઓના કારણે તેઓ મનોરંજનની દુનિયાથી દૂર હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે બિધાનનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.SS1MS