Western Times News

Gujarati News

અનુભવી બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારાને ECB દ્વારા સસ્પેન્ડ કરાયો

નવી દિલ્હી, ભારતે આગામી ODI વર્લ્ડ કપની યજમાની કરવાની છે. આ ICC ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ દરમિયાન ભારતના એક દિગ્ગજ ખેલાડી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અનુભવી બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારાને ECB (ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ) દ્વારા આચાર ભંગ બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પૂજારા હાલમાં સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેની ટીમ સસેક્સને આચાર નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ ૧૨ પેનલ્ટી પોઈન્ટ આપવામાં આવ્યા છે.

પુજારાના એક મેચના પ્રતિબંધ પાછળનું કારણ તેના બે સાથી ખેલાડીઓ જેક કાર્સન અને ટોમ હેન્સનું વર્તન છે. હોવમાં સસેક્સ અને લેસ્ટરશાયરની મેચ દરમિયાન આ ઘટના બની હતી. જાેકે પૂજારાએ ઈઝ્રમ્ના વ્યાવસાયિક આચરણના નિયમોનો ભંગ કર્યો ન હતો, પરંતુ કાર્સન અને હેન્સના વર્તનને રોકવામાં તેની નિષ્ફળતા તેના સસ્પેન્શનનું કારણ છે.

આ ઘટના પછી, ઈઝ્રમ્એ એક નિવેદન બહાર પાડ્યું અને ચેતેશ્વર પૂજારાને એક મેચના સસ્પેન્શન પાછળનું કારણ સમજાવ્યું. નિવેદનમાં વાંચવામાં આવ્યું છેઃ પ્રોફેશનલ કંડક્ટ રેગ્યુલેશન્સના નિયમ ૪.૩૦ જણાવે છે કે તે કેપ્ટન માટે અલગ ગુનો હશે જ્યાં એક જ વ્યક્તિએ તમામ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હોય જેમાં ચોક્કસ દંડ પ્રાપ્ત થયો હોય, અને કેપ્ટનને એક મેચ મળશે.

સસ્પેન્ડ પૂજારાને સસ્પેન્ડ કરવા અને ૧૨ પોઈન્ટ કાપવા ઉપરાંત, હેન્સ અને કાર્સન પણ ૧૯ સપ્ટેમ્બરે ડર્બીશાયર સામેની સસેક્સની આગામી મેચમાંથી બહાર થઈ ગયા છે. નિયમ ૪.૨૯ જણાવે છે કે આવા ગુના માટે ટીમના ૧૨ પોઈન્ટ કાપવામાં આવશે. સસેક્સ કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન-૨માં રહેશે.

૩૫ વર્ષીય પૂજારા આ પહેલા પણ યોર્કશાયરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેણે ૧૦૩ ટેસ્ટ મેચમાં ૧૯ સદી અને ૩૫ અડધી સદીની મદદથી ૭૧૯૫ રન બનાવ્યા છે. આ સિવાય ૫ વનડેમાં તેના નામે ૫૧ રન છે. પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૯૫૩૩ રન ઉમેર્યા છે. તેણે આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૬૦ સદી અને ૭૭ અડધી સદી ફટકારી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.