Western Times News

Gujarati News

બોલીવુડમાં એન્ટ્રી કરશે પીઢ સિંગરની પૌત્રી જનાઈ ભોંસલે

મુંબઈ, ફિલ્મ ‘ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા-છત્રપતિ શિવાજી મહારાજ’માં જનાઈ રાણી સાઈ ભોસલેની ભૂમિકા ભજવશે. આ સુંદરી બીજું કોઈ નહીં પણ આશા ભોંસલેની પૌત્રી છે. જનાઈ ૨૨ વર્ષની છે. તેનો જન્મ ૧૬ જાન્યુઆરી ૨૦૦૨ના રોજ થયો હતો.

અભિનયની દુનિયામાં જનાઈ ભલે નવું નામ હોય, પરંતુ તે એક લોકપ્રિય ગાયિકા છે. છત્રપતિ શિવાજી મહારાજ’ એક મહાકાવ્ય હશે, જે તેમના જીવનના અસ્પૃશ્ય પાસાઓ, ખાસ કરીને તેમની પત્ની રાણી સાઈ ભોસલેના જીવનને દર્શાવશે. જનાઈના પિતા આનંદ ભોસલે અને માતા અનુજા છે,

જેણે સ્વિટ્‌ઝરલેન્ડથી અભ્યાસ કર્યો છે. એક નાનો ભાઈ રંજાઈ ભોસલે પણ છે. જનાઈ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર બેન્ડ ‘૬ પેક’ની સભ્ય છે. ગાયક અને સંગીતકાર હોવા ઉપરાંત જનાઈ એક ડાન્સર પણ છે. ૨૦૧૬માં તે ઈંગ્લેન્ડના બ‹મગહામમાં એક ડાન્સ શોમાં પરફોર્મ કરતી જોવા મળી હતી. વર્ષ ૨૦૧૭માં જનાઈએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તે મુંબઈમાં એપ્પલ રિસેલર સ્ટોર આઈએઝ્યોરની માલિક છે.

તે જ વર્ષે તેણે તેનું પહેલું ગીત પણ રજૂ કર્યું. જનાઈ તેની દાદી આશા ભોસલે સાથે ઘણા લાઇવ મ્યુઝિક શો કર્યા છે. તેણીએ ‘તેરા હી એહસાસ હૈ’ નામનું ભક્તિ ગીત પણ ગાયું છે. જનાઈએ ૭ વર્ષની ઉંમરે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. તે માર્શલ આર્ટ, સ્વિમિંગ અને બાસ્કેટબોલ પણ જાણે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.