સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ ફલી એસ. નરીમનનું નિધન
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું છે. તેઓ ઈÂન્દરા સરકાર દરમિયાન દેશના એડિશનલ સોલિસિટર જનરલ હતા. તેમને યાદ કરતાં વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે તેઓ એક લિવિંગ લિજેન્ડ હતા, જેમને કાયદા અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકો હંમેશા યાદ રાખશે.
તેમની સિદ્ધિઓ ઉપરાંત તેઓ તેમના સિદ્ધાંતોમાં અડગ રહ્યા હતા.સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમનનું બુધવારે ૯૫ વર્ષની વયે નિધન થયું છે. તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. નરીમનને વકીલ તરીકે ૭૦ વર્ષથી વધુનો અનુભવ હતો.
નવેમ્બર ૧૯૫૦માં ફલી એસ. નરીમન બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે રજિસ્ટર થયા હતા. તેમને ૧૯૬૧માં વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટ પછી નરીમને ૧૯૭૨ માં ભારતની સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. મે ૧૯૭૨માં તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નરીમનને યાદ કરતાં સિંઘવીએ કહ્યું હતું કે ‘તેમણે કહ્યું હતું કે માણસોની ભૂલ પર હોર્સ ટ્રેડિંગ શબ્દનો ઉપયોગ કરવો એ ઘોડાઓનું અપમાન છે, જે ખૂબ જ વફાદાર પ્રાણીઓ છે. તે ઈતિહાસના ગહન રહસ્યો શોધી કાઢતા હતા અને બોલતી વખતે પોતાની બુદ્ધિથી તેને અતુલનીય રીતે જોડતા હતા.
કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી અને તેમને ભારતના મહાન પુત્ર ગણાવ્યા હતા. સિબ્બલે કહ્યું, ‘નરીમન આપણા દેશના મહાન વકીલોમાંના એક હતા. સાથે તેઓ એક સારા વ્યક્તિ પણ હતા. તેઓ દરેક માટે એક મહાન વ્યક્તિ તરીકે ઊભા રહેતા હતા. કોર્ટના કોરિડોર તેમના વિના ક્યારેય અગાઉ જેવા રહેશે નહી. તેમની આત્માને શાંતિ મળે.
નરીમનને જાન્યુઆરી ૧૯૯૧માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૭માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. વરિષ્ઠ વકીલ હોવાની સાથે તેઓ ૧૯૯૧ થી ૨૦૧૦ સુધી બાર અસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ હતા. નરીમન ૧૯૮૯ થી ૨૦૦૫ દરમિયાન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનના વાઇસ ચેરમેન પણ હતા. તેઓ ૧૯૯૫ થી ૧૯૯૭ સુધી જીનીવાના ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરીસ્ટની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ હતા.SS1MS