VHP ખેડબ્રહ્મા દ્વારા દેશ વિરોધી તત્વોને ઝેર કરવા મુદ્દે આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત દેશમાં છેલ્લા કેટલાક સમયથી દેશ વિરોધી અને હિન્દુ વિરોધી લોકો દ્વારા દેશ વિરોધી અને શાંતિ ભંગ કરનારી પ્રવૃતિઓ એકદમ વધી ગયેલ છે.
જેનો નિર્દોષ હિન્દુ લોકો ભોગ બની રહ્યા છે. દિવસ ની નમાજ પછી મસ્જિદોમાંથી નીકળેલી ભીડ તોફાન કરી નિર્દોષ લોકો ઉપર પથ્થરમારો અને અન્ય દેશ વિરોધી પ્રવૃતિઓ કરે છે તેવા લોકો પર કાર્યવાહી થાય, તેમને ભડકાવનારાઓ ઉપર કાર્યવાહી થાય,
આવનારા શુક્રવારે પહેલાથી જ આવા સ્થળોએ બંદોબસ્ત ગોઠવાય, ભડકાઉ ભાષણ આપી લોકોની તોફાન કરવા માટે પ્રેરણા આપનારા લોકો પર કાર્યવાહી થાય તથા એનઆઈએ દ્વારા તપાસ થાય, જે સ્થળોએ હિન્દુઓ લઘુમતીમાં હોય તેમને સરકાર દ્વારા સુરક્ષા અપાય
જેવા અનેક મુદ્દાઓ પર કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રખંડ તથા વડાલી પ્રખંડ ના કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં કે બ્રહ્માના સરદાર ચોકમાં ભેગા થઈ ધરણા કરી રેલી સ્વરૂપે ખેડબ્રહ્મા પ્રાંત ઓફીસે જઈ પ્રાંત અધિકારી શ્રી એચ. યુ. શાહ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું.