VHP અને બજરંગ દળ દ્વારા ખેડબ્રહ્મામાં ચાર તાલુકાનો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તારીખ ૨૯- ૧૦ -૨૦૨૩ ના રોજ ખેડબ્રહ્મા શહેરની કે.ટી. હાઈસ્કૂલના પટાંગણમાં માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નો ખેડબ્રહ્મા, વડાલી, પોશીના અને વિજયનગર એમ ચાર તાલુકાનો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ ખેડબ્રહ્માના અગ્રણી વેપારી સંમકિત દોશી રીવાન વાળાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . VHP and Bajrang Dal held trishul initiation program of four taluks in Khed Brahma
જેમાં ઉપસ્થિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્ય કર્યો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય ધર્મ પ્રસાર વિભાગના સહમંત્રી શ્રીધર્મેન્દ્રભાઈ ભાવાણીએ મંચ પરથી બોલતા દીક્ષાર્થીઓને જણાવ્યું હતું કે હિન્દુ સમાજ ના યુવાનો શિક્ષિત, સંગઠીત બને તેમ જ સનાતન હિંદુ ધર્મ, સંસ્કૃતિ, સંતો, મંદિરો, ગૌમાતા, બહેનો, દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજનું રક્ષણ કરવા પ્રતિબંધ બને તે માટે જ આ ત્રિશુલ દીક્ષા નું આયોજન કરાયું છે
તેવું જણાવ્યું હતું. ઉપાધ્યક્ષ શ્રી રામજી મહારાજે પણ જણાવ્યું હતું કે હાલમાં કેટલાક સરકારી કર્મચારીઓ ક્રિશ્ચન મિશનરીઓના હાથા બની કામ કરી રહ્યા છે. ગંભીરપુરા દેવ દરબારના મહંત શ્રી મંગલપુરી મહારાજ તથા ખેડબ્રહ્માના ગુંદલના હનુમાન મંદિરના મહંત શ્રી નવલકિશોર મહારાજે પણ મંચ પરથી વિષયયુક્ત પ્રવચન કર્યા હતા.
દીક્ષા ગ્રહણના આ કાર્યક્રમ બાદ ચાર તાલુકાના ઉપસ્થિત દીક્ષાર્થીઓનુ ખૂબ જ મોટી સંખ્યામાં પથ સંચલન થયું હતું યોજાયું હતું આ સંચલન કે .ટી.હાઈસ્કૂલ થી શરૂ થઈ માણેકચોક, રેલવે સ્ટેશન, સરદાર ચોક, પેટ્રોલ પંપ થઈ હાઈવે થઈ ગામમાં જઈ કે ટી હાઈસ્કૂલમાં પરત ફર્યું હતું .આખું ખેડબ્રહ્મા શહેર ભગવાન અંગે રંગાયુ હતું.