ભામૈયા ગામે મંદિરમાં કરાયેલી તોડફોડના પગલે કલેકટરને રજુઆત

(પ્રતિનિધિ) ગોધરા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ધ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોધરા તાલુકાના ભામૈયા ગામમાં વર્ષો જુનું ભગવાન ભોલેનાથનું રંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.
આ મંદિરમાં ગત ૩૦ માર્ચના રોજ વિધર્મીઓ ધ્વારા તોડફોડ કરીને માતા પાર્વતીની મૂર્તિ તેમજ શિવલિંગની આસપાસ તોડફોડ કરવામાં આવી હતી તેમજ પવિત્ર શિવલિંગ પર પાનની પિચકારી મારી અપવિત્ર કરી હિન્દુ સમાજની આસ્થા દુભાવવામાં આવી છે.
આવા કૃત્ય કરનાર વિધર્મીઓને તાત્કાલિક પકડીને એમની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવે અને આવા અસામાજિક તત્વોની ગેરકાયદેસરની માલ મિલકતો બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવે.
જેના કારણે સમાજમાં આ પ્રકારના હિન્દુ આસ્થાના કેન્દ્રોને અપમાનિત કરનારાઓને શિક્ષા મળે અને જેમના માધ્યમથી હિન્દુ આસ્થાને નુકશાન કરવામાં આવ્યું છે.એવા હિન્દુ સમાજને પણ ન્યાય મળે
અને ભવિષ્યમાં આવા હિન્દુ વિરોધી કૃત્યો કરનારના મનમાં ભયની લાગણી ઉત્પન્ન થાય એવી અમારી અને સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે.તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.