વિશ્વ હિન્દુ પરિષદ (VHP) હિંમતનગર જિલ્લા દ્વારા ઈડરમાં સામાજીક સમરસ યાત્રા યોજાઇ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડલના પ્રમુખ શ્રી મહંતો, મહામંડલેશ્વરશ્રી ઓના માર્ગદર્શનથી સામાજિક સમરસતા સંત યાત્રાનું આયોજન હિંમતનગર જિલ્લાના ઈડર પ્રખંડ ખાતે તારીખ ૩/ ૧૨/ ૨૦૨૪ ને મંગળવારના રોજ સાંજે ૫/૩૦ કલાકે કરવામાં આવ્યું હતું.
આ યાત્રાની શરૂઆત વાલ્મિકી વિસ્તારથી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં વસતા સૌ સનાતન ધર્મના બંધુઓ એક છીએ, સનાતન ધર્મનું મહાત્મ શું છે ? કેમ આપણે ધર્માંતરણ ન કરવું જોઈએ ? વાલ્મિકી સમાજ કેટલો શૌર્યવાન અને પૂજનીય છે વગેરે વિશે સંતો એ માર્ગદર્શન આપ્યું હતું. ઉપરોક્ત બાબતો ની સમાજના લોકોને સાચી સમજ આવે અને સમગ્ર પંથમાં સમરસતાનુ વાતાવરણ ઊભૂ થાય એ હેતુસર ઇડર મુકામે વાલ્મિકી સમાજ – દલિત પરિવાર બંધુઓ ભગિનીઓ વચ્ચે સંતો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
વાલ્મિકી સમાજ દલિત પરિવાર અને સેવા વસ્તીમાં ખાસ સંતોની પધરામણી થઈ. વાલ્મિકી સમાજ દ્વારા સંતો મહંતો નું ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઇડર પ્રખંડ ના મંત્રી શ્રી રવિભાઈ દ્વારા એકાત્મતા મંત્ર વડે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી અને જિલ્લા મંત્રી શ્રી હિતેશભાઈ પટેલે કાર્યક્રમ નો હેતુ સમાજ સમક્ષ મુકયો હતો. આ પાવન પ્રસંગમાં પરમ પૂજય શ્રી મહંત શાંતિ ગીરીજી મહારાજ,
મહંત શ્રી રામ કૃપાલજી મહારાજ, મહંત શ્રી મંગલપુરીજી મહારાજ, મહંત શ્રી મહાકાલગીરીજી મહારાજ નું લોકોને માર્ગદર્શન પ્રાપ્ત થયું . આ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત સહ ધર્મચાર્ય સંપર્ક પ્રમુખ પ્રદીપભાઈ ખરાદી, સાબરકાંઠા વિભાગ સેવા પ્રમુખ નરેન્દ્ર સિંહ સોલંકી, જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા બજરંગદળ સહસંયોજક સંજયભાઈ ભોઈ, ઈડર પ્રખંડ ના મંત્રી રવિભાઈ શંખેસરા, ચેતનાબેન ભોઈ,
અમરીશભાઈ જોશી, વીરભાઈ દોશી, તેમજ અન્ય કાર્યકર્તા બંધુઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ માં સવિશેષ વાલ્મિકી સમાજના અરવલ્લી સાબરકાંઠા ના યુવા પ્રમુખ શ્રી રાજુભાઈ , સમાજના અન્ય અગ્રણીઓ દિનેશભાઈ, બાબુભાઈ , આનંદભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને બાલુડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંત માં સૌ પ્રસાદ લઈ સમરસતા ના ભાવ સાથે સૌ છૂટા પડ્યા હતા.