Western Times News

Gujarati News

હિન્દુ સમાજના વિભાજનના ષડયંત્ર અંગે VHP કુંભ મેળામાં ચર્ચા કરશે

file photo

સરકારી નિયંત્રણમાંથી મંદિરોને મુકત કરાવવા વિશ્વ હિન્દુ પરીષદ જાન્યુ.થી આંદોલન કરશે

(એજન્સી)ગાંધીનગર, વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આગામી દિવસોમાં સરકારી નિયંત્રણમાં રહેલા મંદીરોનું મુકત કરાવવા માટે આંદોલન કરવાની કેન્દ્રીય સંગઠન મહામંત્રી મીલન પરાડે જાહેરાત કરી છે. VHP president Alok Kumar says its aim is to counter the attempts being made to ‘divide the Hindu community’ over caste.

તે સાથે જાન્યુઆરીથી યોજાનારા કુંભમેળામાં સાધુ-સંતોની ઉપસ્થિતીમાં ષડયંત્રપુર્વક હિન્દુ સમાજને જ્ઞાતિ-જાતી અને પંથ સંપ્રદાયના નામે અને ધર્માતારણ કરીને તોડાવ મુદે ચિંતન કરવામાં આવશે. હિદુ યુવાનોમાં ડ્રગ્સ જેવા વ્યસનોના રવાડે ચડવાના વળતા ચલણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બાંગ્લાદેશમાં સ્વામી ચિન્મયાનંદની અને હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકારને તાત્કાક પગલાં ભરવા માટે અપીલ કરી હતી.

વિહીપ દ્વારા વિવિધ મુદે ટુંક સમયમાં અભીયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય સંગઠન મંત્રી પરાડે મીડીયાને જણાવયું હતું કે, ૧૩ જાન્યુઆરીથી શરૂ રથતા મહાકુંભના મેળામાં સંતોના માર્ગદર્શન મુજબ વિહિપના કાર્યકરો વ્યવસ્થામાં મદદરૂપ થશે. પ જાન્યુઆરીએ કુંભમાં યોજાનારી માર્ગદર્શક મંડળની બેઠકમાં હિન્દુ સમાજની સાંપ્રત પરીસ્થિતી હીન્દુ સમાજ સામેના પડકારો વગેર વિષય ઉપર ચર્ચા કરશે.

તે સાથે મત-મતાંતર હીનદુ પરીવાર તુટવા, હિન્દુ યુવાનોમાં ડ્રગ્સ જેવા વ્યસનોનું દુષણ ગૌહત્યા અને ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા ધર્માતરણ સહીતના મામલે પણ વિવિધ પગલાંની વિચારણા કરાશે. હાલ હિન્દુ સમાજનું વિભાજન કરાવવા જે કાવત્રા થઈ રહયા છે. તે મુદે અને આવા સંજોગોમાં રાષ્ટ્રીય એકતા કેવી રીતે યથાવત રહે તેની પર પણ ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત હિન્દુ મંદીરો પરના સરકારી નિયંત્રણો હટાવી મુકત કરાવવા માટે પ જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના વિજયવાડાથી ચળવળ શરૂ કરાશે.

તેમણે વધુમાં જણાવયું હતું કે,કુંભમાં યુવા સંતો-સાધ્વીઓનું સંમેલન પણ યોજાશે. દેશમાં દરેક રાજયમાં સંતોના પ્રવાસની યોજના બનાવી ઘરે ઘરે હિન્દુ સમાજની પરીસ્થિતી અંગે સમજાવવાનું અભીયાન ઉપાડાશે. ગૌરક્ષા ગૌઆધારીત ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેવી રીરતે થઈ શકે તે વિચારાશે.

દક્ષીણ ભારત અને પુર્વોત્તર રાજયના અને બૌદ્ધ સંતો પણ કુંભમેળામાં સ્થાન કરવાઆવે તેની વ્યવસ્થા કરાશે. સંતોની સાથે મળીને ૧૧ કરોડ જેટલા જનજાતિ સમુદાયના લોકોના વિહીપના પ્રયાસથી સંતો સાથેકુંભ મેળામાં સ્નાનની યોજના બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.