Western Times News

Gujarati News

Vi Business અને PayU એ એક્સક્લુઝિવ ઓફર્સ સાથે ડિજિટલ ગ્રોથને આગળ વધારવા ભાગીદારી કરી

અગ્રણી ટેલિકોમ ઓપરેટર Viની એન્ટરપ્રાઇઝ શાખા Vi Business અને ભારતના અગ્રણી ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રોવાઇડર્સ પૈકીના એક PayU એ ભારતના એમએસએમઈને અદ્વિતીય ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડીને તેમની ડિજિટલ સફરમાં આગળ વધારવા માટે એક વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.

આ ભાગીદારી એમએસએમઈની વધતી જતી જરૂરિયાતોને સંબોધવા માટે તૈયાર કરાયેલી સર્વિસીઝનો એક વ્યાપક સંપુટ ઓફર કરવા માટે Vi Businesses ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ અને PayU ની ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સેવાઓ ઉકેલોમાં કુશળતાને જોડશે. આ સહયોગ નવીન પેમેન્ટ સોલ્યુશન્સઅદ્વિતીય ઓફર એન્જિનપહેલા ખરીદો પછી ચૂકવો જેવા વિકલ્પો અને સરળ વોટ્સએપ ઇન્ટિગ્રેશનઆ બધું ભારતના વિકસતા એમએસએમઈને મુખ્ય સ્થાને રાખીને કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે.

તેના સમર્પિત એમએસએમઈ પ્રોગ્રામના ભાગ રૂપે Vi Business સાથે ReadyForNext વિશેષ કિંમતો પર એમએસએમઈ માટે તૈયાર કરાયેલ ઉત્પાદકતા અને સહયોગના ડિજિટલ ટૂલ્સની એક્સક્લુઝિવ રેન્જ પણ ઓફર કરે છે. પ્રોડક્ટ્સમાં લોકેશન ટ્રેકિંગગૂગલ વર્કસ્પેસ, પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ અને મોબાઇલ સિક્યોરિટી સોલ્યુશન્સનો સમાવેશ થાય છે જેથી એમએસએમઈને તેમના ડિજિટલ વર્કપ્લેસબિઝનેસ અને કસ્ટમર એન્ગેજમેન્ટને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ મળે.

 આ ભાગીદારી અંગે વોડાફોન આઈડિયાના ચીફ એન્ટરપ્રાઈઝ બિઝનેસ ઓફિસર અરવિંદ નેવાતિયાએ જણાવ્યું હતું કે, “PayU સાથેની અમારી ભાગીદારી ભારતમાં નાના અને મધ્યમ કદના વ્યવસાયોને ડિજિટલ સક્ષમ બનાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. Vi Businessના શ્રેષ્ઠતમ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ અને ફિનટેકમાં PayUની કુશળતાને સંયોજિત કરીનેઅમે એમએસએમઈની વૃદ્ધિની યાત્રાને વેગ આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.

 PayUના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અનિર્બન મુખર્જીએ જણાવ્યું હતું કે, “PayU ખાતે અમે પાયાના સ્તરે બિઝનેસીસને પરિવર્તિત કરવા માટે ડિજિટલ ઇનોવેશનની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ. Vi Business સાથેની અમારી ભાગીદારી એ ભારતીય એમએસએમઈને તેમના ડિજિટલ પરિવર્તનમાં ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. સાથે મળીનેઅમે આવક વધારવા અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે રચાયેલ બિઝનેસ અને ડિજિટલ ફાઇનાન્સ સોલ્યુશન્સનો એક મજબૂત સંપુટ પ્રદાન કરી રહ્યા છીએજે આ એમએસએમઈને આજના સ્પર્ધાત્મક બજારમાં ખીલવા માટે સક્ષમ બનાવે છે.

 Vi Business અને PayU દ્વારા સંયુક્ત રીતે ઓફર કરવામાં આવતી એમએસએમઈ સર્વિસીઝની વિગતોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 1.   ઈન્ટિગ્રેટેડ પેમેન્ટ સોલ્યુશન્સ: Vi Business-PayU ભાગીદારી યુપીઆઈ અને RuPay માટે ઝીરો ટ્રાન્ઝેક્શન ચાર્જીસ તથા સ્થાનિક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તેમજ નેટ બેંકિંગ માટે ઘટાડેલા દરો સાથે સરળ પેમેન્ટ ગેટવે અનુભવ રજૂ કરે છે.

2.   વોટ્સએપ સ્ટોર: બિઝનેસીસને તેમના ગ્રાહકોને સરળ શોપિંગ અનુભવ આપવા માટે સક્ષમ કરે છેપેમેન્ટ કલેક્ટ કરવા માટે અદ્ભુત પ્રોડક્ટ્સ શોધે છે, આ બધું જ વોટ્સએપની અંદર સરળ રીતે થાય છે. તે ચેકઆઉટ પ્રક્રિયામાં ઘર્ષણ ઘટાડે છે અને એપ્લિકેશન અથવા વેબસાઇટ્સ વચ્ચે રીડાયરેક્ટ કરવાની જરૂરિયાતને દૂર કરીને કસ્ટમર કન્વર્ઝનમાં વધારો કરે છે.

3.   પહેલા ખરીદો પછી ચૂકવો (બીએનપીએલ): બીએનપીએલ એમએસએમઈ ને ખરીદી સમયે ફુલ પેમેન્ટ મેળવવા સક્ષમ બનાવે છે જ્યારે ગ્રાહકો ઘટાડેલા ટ્રાન્ઝેક્શન ચાર્જીસ પર ફ્લેક્સિબલ પેમેન્ટ વિકલ્પોનો આનંદ માણે છે.

4.   ચેકઆઉટ વખતે કસ્ટમાઇઝ્ડ ઑફર્સ: PayUનું ઓફર એન્જિન’ એમએસએમઈને ગ્રાહક માટે પ્રમોશન કેમ્પેઇન બનાવવા અને ચલાવવા માટે સક્ષમ કરે છે તથા ગ્રાહકની વફાદારી જાળવી રાખતા ટિકિટ સાઇઝમાં સુધારો કરે છે.

5.   કર્મચારીની ઉત્પાદકતા અને સહયોગ માટેના ટૂલ્સ: ઉપરોક્ત ઓફરો ઉપરાંત, Vi Business એ કર્મચારીઓના સહયોગ અને ઉત્પાદકતા માટે એમએસએમઈ માટે એક્સક્લુઝિવ ઓફર્સ પણ રજૂ કરી છે. તેના લાભોમાં ગૂગલ વર્કસ્પેસલોકેશન ટ્રેકિંગપર્સનલ ક્લાઉડ સ્ટોરેજમોબિલિટી સિક્યોરિટી તથા કોમ્પ્લિમેન્ટરી સાથે અમર્યાદિત કોલિંગ અને 60જીબી ડેટા બિઝનેસ પ્લસ પ્લાન સાથે માત્ર રૂ. 349માં દર વર્ષે રૂ. 65,280ના મૂલ્યના લાભોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.