ગુજરાતમાં 40,000 લોકોને નોકરીની તકોની સુવિધા “વીઆઈ”એ આપી
અમદાવાદ, સુરત અને વડોદરા બજારોમાંથી અરજદારોની મહત્તમ સંખ્યા-મહિલાઓ ટેલીકોલર્સ, એકાઉન્ટન્ટ્સ, બેક ઓફિસ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ વગેરે સહિત વિવિધ રોજગારીઓ માટે સક્રિયપણે અરજી કરે છે
ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ અપના સાથે જોડાણમાં ગુજરાતમાં આશરે 40,000 રોજગારીની તકોની સુલભતાની સુવિધા આપી છે. છેલ્લાં ત્રણ મહિનાઓમાં રોજગારીની તકોનું આ સર્જન સ્થાનિક ભારતના યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરે છે.
પોતાના ગ્રાહકોની આકાંક્ષાઓને પાંખો આપવા વી જોબ્સે ભારતનાં સૌથી મોટા જોબ સર્ચ પ્લેટફોર્મ ‘અપના’ને વી એપ પર સંકલિત કરી છે. આ ખાસિયત વીના ગ્રાહકોને નિઃશુલ્ક પ્રાથમિકતાની સુલભતા ઓફર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે, વીના યુઝર્સનો રિઝ્યુમ ટોપ સર્ચમાં જોવા મળે છે. આ વીના યુઝર્સને રિક્રૂટર્સને વધારે વિઝિબિલિટીની સંભવિતતા આપશે અને રોજગારી માટે ઇન્ટરવ્યૂની તક બમણી કરશે.
છેલ્લાં 3 મહિનામાં ગુજરાતની અંદર 12,000થી વધારે એમ્પ્લોયર્સે રોજગારીની વિવિધ તકો અપલોડ કરી હતી. ગુજરાતમાં રોજગારવાંચ્છુઓ વી-અપના પાર્ટનરશિપનો લાભ લે છે અને ગુજરાતમાં તેમની પસંદગીની વિવિધ હાયપરલોકલ જોબ માટે અરજી કરે છે. મહત્તમ અરજદારો અમદાવાદ, સુરત અને વડોદરાના બજારોમાંથી છે, જેમણે સેલ્સ એન્ડ માર્કેટિંગમાં રોજગારી મેળવવા સૌથી વધુ રસ દાખવ્યો છે.
ગુજરાતમાં અન્ય પસંદગીની રોજગારીઓમાં સામેલ છેઃ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ; સોફ્ટવેર અને વેબ ડેવલપમેન્ટ; બેક ઓફિસ જેમ કે પટ્ટાવાળા, ડિલિવરી; રેસ્ટોરાં સાથે સંબંધિત રોજગારીઓ જેમ કે સ્ટિવર્ડ, કિચન હેલ્પ; બીપીઓ સાથે સંબંધિત રોજગારીઓ જેમ કે, ટેલી-કોલિંગ, ટેલીસેલ્સ; માર્કેટિંગ રોજગારીઓ જેમ કે, ફિલ્ડ સેલ્સ, ડિજિટલ અને ઓનલાઇન માર્કેટિંગ; બિઝનેસ ડેવલપમેન્ટ વગેરે.
અતિ-સ્થાનિક તકોની સરળ સુલભતા, ઘરેથી કામ કરવાનો વિકલ્પ અને કામકાજના અનુકૂળ કલાકો જેવા પરિબળો અર્થતંત્રમાં વધારે મહિલાઓને લાવે છે. હકીકતમાં ગુજરાતમાં 30 ટકા યુઝર્સ મહિલાઓ છે, જેઓ ટેલીકોલર્સ, એકાઉન્ટન્ટ્સ, બેક ઓફિસ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ વગેરે સહિત વિવિધ રોજગારીઓ માટે સક્રિયપણે અરજી કરે છે.
વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) ગુજરાતમાં મહિલાઓ વચ્ચે લોકપ્રિય વિકલ્પ બની ગયો છે, જેઓ હવે કામ કરી શકે છે અને તેમના ઘરેથી સુવિધાજનક રીતે કમાણી કરી શકે છે. ગુજરાતમાં મોટા ભાગની રોજગારીઓ માટે માસિક પગારની રેન્જ રૂ. 10,000થી રૂ. 40,000 છે.
વી જોબ્સ સર્વિસ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના વીના તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. યુઝર્સ The users can access Vi Jobs વી એપ (https://bit.ly/3RgRrQj) પર વી જોબ્સની સુલભતા મેળવી શકે છે. યુઝર્સ વી એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે.