Vi એ પોસ્ટપેઇડ યુઝર્સ માટે નવો REDX પ્લાન રજૂ કર્યો, નેટફ્લિક્સ સહિત અન્ય આકર્ષક ઓફર્સ ઉમેરી
ઇન્ટિગ્રેટેડ એન્ટરટેઇનમેન્ટ, ડાઇનિંગ, ટ્રાવેલ, સિક્યોરિટી અને પ્રાયોરિટી સર્વિસ જેવા લાભો તથા અનલિમિટેડ ડેટા સહિતના પ્રીમિયમ પોસ્ટપેઇડ અનુભવો ઓફર કરે છે
અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ આજે તેના પોસ્ટપેડ યુઝર્સ માટે એક નવો REDX પ્લાન લોન્ચ કર્યો છે જે એક્સક્લુઝિવ લાભો સાથે અપ્રતિમ કનેક્ટિવિટીનો અનેરો પ્રીમિયમ પોસ્ટપેડ અનુભવ પૂરો પાડે છે. આ સુધારેલો પ્લાન તેના યુઝર્સ માટે પ્રખ્યાત ગ્લોબલ સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર નેટફ્લિક્સ પણ લાવે છે અને તેની મનોરંજન ઓફરને વધુ મજબૂત બનાવે છે. આ ભાગીદારી સાથે Vi પોસ્ટપેડ યુઝર્સ તેમની પસંદગીના કોઈપણ ડિવાઇસ ચાહે તે મોબાઇલ હોય અથવા ટેલિવિઝન પર શ્રેષ્ઠ સ્ટ્રીમિંગ અનુભવ સાથે વિશ્વ કક્ષાના મનોરંજનનો આનંદ માણી શકશે.
આધુનિક લાઇફસ્ટાઇલ માટે બનાવવામાં આવેલો આ એકદમ નવો REDX પ્લાન એન્ટરટેઇનમેન્ટ, ડાઇનિંગ, ટ્રાવેલ અને પ્રાયોરિટી કસ્ટમર સર્વિસને સમાવે છે જે ફક્ત રૂ. 1,201માં ઉપલબ્ધ છે. નવો REDX પ્લાન ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે જે સુવિધા, મનોરંજન, અને સુરક્ષા બધું એક જ પ્લાનમાં આપે છે.
· નેટફ્લિક્સ સાથે ઓટીટી સ્ટ્રીમિંગ: એકમાત્ર પોસ્ટપેડ પ્લાન જે નેટફ્લિક્સ સહિત પાંચ ઓટીટી પ્લેટફોર્મની એક્સેસ (મોબાઇલ + ટીવી) આપે છે. અન્ય ઓટીટી કંપનીઓમાં એમેઝોન પ્રાઇમ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની લિવ અને સન નેક્સ્ટનો સમાવેશ થાય છે. આ ભાગીદારી સાથે, Vi પોસ્ટપેડ ગ્રાહકો માત્ર ટોચના મનોરંજન વિકલ્પો જ નહીં પરંતુ ખાસ કરીને સોની લિવ પર ચાલી રહેલા યુરો કપ સાથે લાઇવ સ્પોર્ટ્સ એક્શનનો પણ આનંદ માણી શકશે.
· સ્વિગી વન મેમ્બરશિપઃ છ મહિના માટે કોમ્પ્લીમેન્ટ્રી સ્વિગી વન મેમ્બરશિપનો લાભ લો. રૂ. 199થી વધુ કિંમતના તમારી ફૂડ કે ઇન્સ્ટામાર્ટ ઓર્ડર પર ફ્રી ડિલિવરી મેળવો અને સ્વિગી ડાઇનઆઉટ કે જીની પર આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવો.
· એરપોર્ટ્સ પર વીઆઈપી લાઉન્જ એક્સેસ અને ઈન્ટરનેશનલ રોમિંગઃ REDX પ્લાનમાં વર્ષે એકવાર રૂ. 2,999ના મૂલ્યનો કોમ્પ્લીમેન્ટ્રી સાત દિવસનો ઇન્ટરનેશનલ રોમિંગ પેક, વાર્ષિક ચાર વખત સુધી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જની એક્સેસ (1 ઇન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ સહિત) અને ફ્લાઇટ બુકિંગ પર એક્સક્લુઝિવ ઇઝમાયટ્રિપ ડિસ્કાઉન્ટ્સ મેળવો
· ડિવાઇસ સિક્યોરિટીઃ 12 મહિના માટે નોર્ટન મોબાઇલ સિક્યોરિટીની કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ
· પ્રાયોરિટી સર્વિસીઝઃ Vi યુઝર્સ REDX સાથે પ્રીમિયમ કસ્ટમર સપોર્ટ અનુભવનો લાભ લઈ શકે છે જેમાં તમારા પ્રશ્નોનો ઝડપી સમાધાન માટે બેસ્ટ કોલ સેન્ટર એજન્ટની એક્સેસ તથા Vi સ્ટોર્સની સમર્પિત પ્રાયોરિટી ડેસ્કનો સમાવેશ થાય છે.
એક્સક્લુઝિવ REDX નો અનુભવ મેળવવા માટે Vi વેબ કે એપ પર લોગ ઇન કરો અથવા નજીકના Vi સ્ટોર્સની મુલાકાત લો. વધુ વિગતો માટે ક્લિક કરો https://www.myvi.in/postpaid/