Western Times News

Gujarati News

Vi એ કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન અને જોર્ડનનો પ્રવાસ કરતા ભારતીયો માટે પોસ્ટપેઇડ રોમિંગ પેક રજૂ કર્યા

  • માત્ર રૂ. 649થી શરૂ થતાViના ઇન્ટરનેશનલ રોમિંગ પેક્સ સાથે વિદેશમાં મુસાફરી કરતી વખતે સરળ રીતે જોડાયેલા રહો
  • ફ્લેક્સિબલ રોમિંગ વિકલ્પો: તમારી મુસાફરીની જરૂરિયાતોને અનુરૂપ 24 કલાક,10 દિવસ14 દિવસ અને 30 દિવસથી શરૂ થતા પોસાય તેવાર પેકની વિશાળ શ્રેણીમાંથી પસંદ કરો.

વધુને વધુ ભારતીયો હવે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે અને મધ્ય તથા પશ્ચિમ એશિયામાં નવા સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ ત્રણ નવા પ્રવાસ સ્થળો – કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન અને જોર્ડન માટે નવા પોસ્ટપેડ ઇન્ટરનેશનલ રોમિંગ પેક લોન્ચ કર્યા છે.

Vi વપરાશકર્તાઓ હવે માત્ર રૂ. 649થી શરૂ થતા પેક સાથે 120 દેશોમાં સરળ રીતે જોડાયેલા રહી શકે છે. Vi એ પ્રથમ માનવ અવકાશ ફ્લાઇટ કોસ્મોડ્રોમ ધરાવતા કઝાખસ્તાન, ઐતિહાસિક શહેર સમરકંદથી જાણીતા ઉઝબેકિસ્તાન તથા મૃત સમુદ્ર અને પેટ્રા જેવા આકર્ષણો ધરાવતા જોર્ડનનો ઉમેરો કર્યો છે કારણ કે ભારતીય પ્રવાસીઓમાં આ સ્થળોની લોકપ્રિયતા વધી રહી છે. Vi launches postpaid roaming packs for Indians traveling to Kazakhstan, Uzbekistan and Jordan

Vi પોસ્ટપેડ વપરાશકર્તાઓ પાસે વિદેશમાં મુસાફરી કરતી વખતે એકીકૃત રીતે જોડાયેલા રહેવા માટે 24 કલાકનું પેક, 10 દિવસનું પેક, 14 દિવસનું પેક અને 30 દિવસનું પેક જેવા પસંદગી કરવા માટે વિવિધ રોમિંગ પેકના વિકલ્પો છે. Vi પાસે ‘ALWAYS ON’ સુવિધા પણ છે જે પેક પૂરું થઈ જાય પછી ગમે તેટલા વપરાશ માટે ઊંચા આંતરરાષ્ટ્રીય રોમિંગ ચાર્જીસથી વપરાશકર્તાઓને રક્ષણ આપે છે.

Vi દરેક પ્રવાસીની જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવેલ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં, Vi એ અઝરબૈજાન અને પસંદગીના આફ્રિકન દેશો માટે પણ પોસ્ટપેઈડ રોમિંગ પેક્સ રજૂ કર્યા હતા. કિફાયતીપણું અને સગવડતા બંનેની ખાતરી કરીને, Vi રોમિંગ પેક્સ વધુ આઉટગોઇંગ કોલ મિનિટ્સ, પર્યાપ્ત ડેટા ક્વોટા અને એસએમએસ સાથે અનુરૂપ વિકલ્પો પ્રદાન કરે છે, જે નવા સ્થળોએ ફરવાના આનંદની શોધ કરતી વખતે સમગ્ર પ્રવાસ દરમિયાન જોડાયેલા રહેવા માટે સરળ અને કિફાયતી અનુભવો બનાવે છે.

Vi આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો: https://www.myvi.in/international-roaming-packs.  વપરાશકર્તાઓ Vi એપ પણ ડાઉનલોડ કરી શકે છે અને તમારા આગામી સાહસને વેગ આપવા માટે સંપૂર્ણ રોમિંગ પ્લાન પસંદ કરી શકે છે. દુનિયા રાહ જોઈ રહી છે – Viને અમર્યાદ મુસાફરી માટે તમારા પ્રવાસનો સાથી બનાવો!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.