Vi & Lionsgate એ Vi Movies & TV પર પ્રીમિયમ કન્ટેન્ટ પૂરું પાડવા માટે ભાગીદારી કરી
- Lionsgate Play હાલના અને નવા ગ્રાહકો બંને માટે તમામ Vi Movies & TV સબ્સ્ક્રીપ્શન પ્લાન સાથે ઉપલબ્ધ રહેશે
ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ પ્રીમિયમ સ્ટ્રીમિંગ સર્વિસ Lionsgate Play સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે જેનાથી તેના ગ્રાહકોને ઉચ્ચ કક્ષાના કન્ટેન્ટની એક્સક્લુઝિવ લાયબ્રેરીનો લાભ મળશે. એક્શન બ્લોકબસ્ટર્સ, આઇકોનિક ફ્રેન્ચાઇઝી, વખણાયેલી ફિલ્મો અને સિરીઝ, ગ્લોબલ એવોર્ડ્સ,
એક્સક્લુઝિવ પ્રીમિયર્સ અને વિવિધ ડબિંગ થયેલા કન્ટેન્ટ સાથે Lionsgate Play અદ્વિતીય મનોરંજનના અનુભવનું વચન આપે છે. આ સહયોગ Vi ના ઓટીટી પોર્ટફોલિયોને વિસ્તારશે અને પોસાય તેવા દરે હોલિવૂડ મૂવીઝ, ઓરિજિનલ સિરીઝ, ઇન્ટરનેશનલ ટાઇટલ્સ અને બીજા ઘણાંબધાની વૈવિધ્યપૂર્ણ તથા પ્રીમિયમ લાયબ્રેરી પૂરી પાડશે.
Vi Movies & TV એ સિંગલ એપ અને સિંગલ સબ્સ્ક્રીપ્શન દ્વારા ટોચના ઓટીટીના એગ્રેગેશન થકી ગ્રાહકોની વિવિધ મનોરંજન જરૂરિયાતો સંતોષવા માટે બનાવવામાં આવી છે જે ગ્રાહકોને વિવિધ રેન્જના ઓટીટીના કન્ટેન્ટ માણવાની સુગમતા પૂરી પાડે છે. યુઝર્સ Disney+ Hotstar, SonyLIV, ZEE5 થી માંડીને સ્પોર્ટ્સ માટે Fancode અને Sun NXT, ManoramaMax, Nammaflix, Klikk અને Chaupal ના રિજનલ કન્ટેન્ટ
અને હવે તેના લેટેસ્ટ એડિશન Lionsgate Play સાથે હોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોની સમૃદ્ધ પસંદગીનો લાભ લઈ શકે છે. તે 30થી વધુ લાઇવ ન્યૂઝ ચેનલ્સ સાથે 300થી વધુ લાઇવ ટીવી ચેનલ્સ પણ ઓફર કરે છે. આ બધું જ Vi Movies & TV એપ દ્વારા ઉપલબ્ધ છે જે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી ઉપરાંત લેપટોપ અને ટેબ્લેટ્સ પર જોવા માટે ઉપલબ્ધ છે.
Lionsgate Play સાથે Vi Movies & TV યુઝર્સ હવે ગ્લોબલ હિટ્સની તેની વ્યાપક લાયબ્રેરીનો આનંદ માણી શકે છે જેમાં John Wick, The Hunger Games અને Saw જેવી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી તથા Past Lives, Tokyo Vice, Paris Has Fallen, Normal People, Operation Fortune, Plane, Hitman’s Wife’s Bodyguard, The Iron Claw, The Beekeeper, Arcadian અને અન્ય જેવા સ્ટેન્ડઆઉટ ટાઇટલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુઝર્સ Primetime Emmy Awards, Golden Globes, Critics’ Choice અને BAFTA Awards જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ શૉ જોઈ શકશે જે Vi Movies & TV ના સબ્સ્ક્રાઇબર્સ માટે પ્રીમિયમ અને વર્લ્ડ ક્લાસ મનોરંજન લાવે છે.
Lionsgate Play સાથેની ભાગીદારી એ શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવા માટે નવીનતા અને પ્રતિબદ્ધતાની Vi ના અવિરત પ્રયાસોનું પ્રમાણ છે. પોતાની ઓફરિંગ્સમાં Lionsgate Play જેવા જાણીતા પ્લેટફોર્મ્સ ઉમેરવાનું સતત ચાલુ રાખીને Vi ભારતીય દર્શકોની બદલાતી પસંદગીઓ મુજબ સમૃદ્ધ અને વિવિધતાપૂર્ણ કન્ટેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.