અંબાજી મેળામાં બાળકોને હાથે પટ્ટીઓ પહેરાવાશેઃ ખોવાયેલું બાળક લોકેશનથી મળી જશે

વી ‘રક્ષા સૂત્ર’ અંબાજી મેળા 2022માં બાળકોને સુરક્ષિત રાખશે
વીના ગ્રાહકો 5થી 10 સપ્ટેમ્બર, 2022 વચ્ચે વી એપ અને વી મૂવીઝ અને ટીવી એપ પર અંબાજી મંદિરમાંથી લાઇવ દર્શનનો લ્હાવો મેળવી શકે છે
ગુજરાતમાં દર વર્ષે યોજાતા અંબાજીના મેળા દરમિયાન અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએ ફરી એક વાર વી રક્ષા સૂત્ર પહેલ હાથ ધરી છે, જેથી 5થી 10 સપ્ટેમ્બર, 2022 વચ્ચે ભાદરવી પૂર્ણિમાના મેળા દરમિયાન શક્તિપીઠની મુલાકાત લેનાર હજારો યાત્રાળુઓ માટે સલામત અને ચિંતામુક્ત આધ્યાત્મિક અનુભવ સુનિશ્ચિત થશે.
ચાલુ વર્ષે 14 વર્ષથી ઓછી વય ધરાવતા તમામ બાળકો ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ ધરાવતી પટ્ટીઓ સ્વરૂપમાં વી ‘રક્ષા સૂત્ર’ સાથે સુરક્ષિત રહેશે, જે લેનયાર્ડનો ઉપયોગ કરવા માટે મૂકવામાં આવશે. ટોળામાં પોતાના પરિવારથી છૂટા પડી જવાના કિસ્સામાં વી ‘રક્ષા સૂત્ર’ સુનિશ્ચિત કરશે કે
બાળકો તેમની પટ્ટીમાં સેવ કરેલી જાણકારી મારફતે તેમના પરિવાર સાથે ફરી જોડાઈ શકશે. આ પહેલ અંબાજીના વાર્ષિક મેળા દરમિયાન બાળકોની સલામતી જાળવશે અને ગુજરાત પોલીસ ફોર્સને વધારે સારી રીતે શ્રદ્ધાળુઓને સેવા આપવામાં મદદરૂપ થશે એવી શક્યતા છે.
14 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકો સાથે અંબાજીનો પ્રવાસ કરનાર પરિવારો આ સેવાનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંદિરની આસપાસ સ્થાપિત પાંચમાંથી વીનાં કોઈ પણ મંડપની મુલાકાત લઈ શકે છે. નોંધણી પછી દરેક બાળકને વી ‘રક્ષા સૂત્ર’ પટ્ટી પ્રદાન કરવામાં આવશે,
જેમાં બાળકનું નામ, માતાપિતાનું નામ, સંપર્ક નંબર અને પ્રસ્તુત વિગતો સામેલ હશે. જો બાળક યાત્રાધામમાં તેના પરિવારથી છૂટું પડી જાય, તો તેઓ નજીકમાં વીના પંડાલની મુલાકાત લઈ શકે છે, જ્યાં સ્વયંસેવકો તેમને બાળકનો ક્યુઆર કોડ સ્કેન કરવામાં મદદ કરશે અને
પછી બાળકના માતાપિતાઓને એસએમએસ મોકલીને તેમને બાળકના લોકેશનની જાણકારી આપશે. વી ‘રક્ષા સૂત્ર’ ક્યુઆર કોડ ધરાવતી પટ્ટીઓ બાળકની ઓળખ કરવાની કામગીરીને સરળ બનાવવામાં અને તેના પરિવારજનો સાથે ઝડપથી ફરી મેળવવામાં મદદ કરશે.
તહેવારના આ ગાળામાં અંબાજીની મુલાકાત ન લઈ શકનાર વીના ગ્રાહકો 5થી 10 સપ્ટેમ્બર, 2022 વચ્ચે વી એપ અને વી મૂવીઝ અને ટીવી એપ પર અંબે માના લાઇવ દર્શનનો લ્હાવો લઈ શકે છે. આ લાઇવ દર્શન વીના સબસ્ક્રાઇબર્સ માટે એક્સક્લૂઝિવ છે
અને વોડાફોન આઇડિયા લિમિટેડની પોતાની એપ્સ પર જ ઉપલબ્ધ ચે. એપ્સ આ ગાળા દરમિયાન સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મંદિરમાંથી લાઇવ વિઝ્યુઅલ્સનું પ્રસારણ કરશે. રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા વચ્ચે લોગ ઇન થનાર સબસક્રાઇબર્સ અગાઉના દિવસના રેકોર્ડ થયેલા ટેલીકાસ્ટને જોઈ શકશે.