Western Times News

Gujarati News

NSE ઇમર્જ પર ટાયર સેક્ટરનો સૌથી મોટો Viaz Tyresનો IPO 16મી ફેબ્રુઆરીએ ખૂલશે

સાયકલ, ટુ અને થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ અને હેવી લોડ ઔદ્યોગિક વાહનો માટે રબર ટ્યુબના ઉત્પાદનમાં રોકાયેલ Viaz Tyres Limited 32,26,000 ઈક્વિટી શેરનો આઈપીઓ લાવે છે જેમાં ₹10/-ના પ્રતિ શેર ₹62 ના દરે રહેશે અને એકંદરે ઈક્વિટી શેર દીઠ ₹52ના શેર પ્રીમિયમ સહિત હશે, જે થી  ₹2,000.12 લાખ ઉભા થશે. Viaz Tyres Limited announces its IPO on the 16th Feb 2023 Largest IPO in the tyre sector on NSE Emerge

શેર 2,000ની લોટમાં વેચવામાં આવશે. 32,26,000 ઇક્વિટી શેર્સમાંથી, 15,32,000 શેર રિટેલ ક્વોટા માટે અનામત છે, 15,32,000 શેર્સ નોન-રિટેલ (NII) ક્વોટા માટે આરક્ષિત છે અને 1,62,000 શેર્સ માર્કેટ મેકર ક્વોટા હેઠળ આરક્ષિત છે. ઇશ્યૂ 16મી ફેબ્રુઆરી 2023ના રોજ ખુલશે અને 21મી ફેબ્રુઆરી 2023ના રોજ બંધ થશે. તે પછીથી એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. ઈશ્યુના લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લિ. છે.

ઈશ્યુ ના મુખ્ય ઉદ્દેશ્યો છે

1. લોન ની ચુકવણી અથવા પૂર્વચુકવણી અથવા આંશિક ચુકવણી

2. કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા

3. સામાન્ય કોર્પોરેટ હેતુ

4. જાહેર ઈશ્યુ ખર્ચ

Viaz Tyres Limited નાણાકીય વર્ષોમાં પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે. નાણાંકીય વર્ષ 22 માટે તેની કુલ આવક ₹2933.04 લાખ હતી, જે ના. વ. 21 માટે ₹2917.26 લાખ હતી, જ્યારે ના. વ. 23 ના દ્વિતીય ત્રિમાસિક સુધી તેની આવક ₹2379.10 લાખ હતી.

ના. વ. 22 માટે તેનો EBITDA (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલાની કમાણી) ₹454.61 લાખ હતી, જે ના. વ. 21 માં ₹389.02 લાખ હતી, જ્યારે ના. વ. 23 ના દ્વિતીય ત્રિમાસિક માટે તેનો EBITDA ₹316.42 લાખ હતી. કંપનીએ ના. વ. 22માં ₹146.91 લાખનો PAT (કર પછી નો નફો) નોંધાવ્યો હતો, જે ના. વ. 21 માં ₹60.64 લાખ હતો, જ્યારે ના. વ. 23 દ્વિતીય ત્રિમાસિક માટે તેનો PAT ₹152.72 લાખ હતો.

Viaz Tyres Limited એ અમદાવાદ સ્થિત કંપની છે જે સાયકલ ટ્યુબ અને થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વાહનો અને ભારે ભારવાળા ઔદ્યોગિક વાહનો માટે રબર ટ્યુબના ઉત્પાદનમાં રોકાયેલી છે. કંપની ઓફ ધ રોડ (OTR) ટાયર ટ્યુબ્સ અને એનિમલ ડ્રિવન વ્હીકલ (ADV) ટ્યુબ્સ, એન્જિન ઓઈલ અને ગ્રીસ જેવા આનુષંગિક ઉત્પાદનોનો પણ સોદો કરે છે.

કંપની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં “VIAZ” અને  “CVAZ”  બ્રાન્ડ નામ હેઠળ રબરની ટ્યુબ, સાયકલના ટાયર અને આનુષંગિક ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની ના પ્રોમોટર પાસે 12 વર્ષથી વધુનો સમૃદ્ધ બિઝનેસ વારસો છે.

કંપની પાસે ગુજરાત ભારતના અમદાવાદ નજીક નંદાસણ ખાતે દર મહિને 7,00,000 ટ્યુબનું ઉત્પાદન કરવાની સ્થાપિત ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા છે. સમગ્ર ભારતમાં તેના 2000 થી વધુ ડીલરો અને પેટા ડીલરો છે. કંપની યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, તુર્કી, રોમાનિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને કોલંબિયા જેવા 5 થી વધુ દેશોમાં પણ હાજરી ધરાવે છે.

તેણે તાજેતરમાં તુર્કી માટે મેક્સસીસ રબર્સ પ્રાઈવેટ લિમિટેડ ટાયરની વિશિષ્ટ ડિસ્ટ્રીબ્યુટરશિપ દ્વારા ટાયરનું ટ્રેડિંગ શરૂ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.