Western Times News

Gujarati News

વિભૂતિ “ભાભીજી ઘર પર હૈ”માં ધનાઢ્ય ભિખારીની ભૂમિકામાં જોવા મળશે

કહીં ખુશી કહીં ગમ!  -એન્ડટીવી પર શો “દૂસરી મા”માં યશોદા અશોક સાથે પુનઃમિલન માટે દરેક પ્રયાસ કરશે. હપ્પુનો હમશકલ “હપ્પુ કી ઉલટન પલટન”માં પ્રવેશ કરશે

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “યશોદા (નેહા જોશી) અશોક (મોહિત ડાગા)નો સંપર્ક કરીને તેને પાછો આવવા માટે અનુરોધ કરે છે, પરંતુ સાધુનું જીવન અપનાવ્યું હોવાથી તે તેની વિનંતી નકારી કાઢે છે.

યશોદા મંડલબાબાને પણ અશોકને સાધુજીવનના શપથ નહીં લેવા માટે સમજાવવા અનુરોધ કરે છે, પરંતુ મંડલબાબા કહે છે કે તે કોઈની પર બળજબરી નહીં કરી શકે, કારણ કે દરેક નાગરિક તેનો પોતાનો માર્ગ પસંદ કરતો હોય છે. યશોદા આ પ્રતિસાદથી દુઃખી થાય છે અને ઘરે આવે છે

જ્યાં અરવિંદ (મયંક મિશ્રા), કામિની (પ્રીતિ સહાય) અને બંસલ આ સમાચાર સાંભળીને ખુશ થાય છે.” દરમિયાન બીજી બાજુ શમશેરા (સ્વતંત્ર ભારત) કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ને સ્વીકારવા માટે દાદાજી (સુનિલ દત્ત)ને સમજાવે છે. આ બાજુ દુઃખી યશોદા સ્મશાનભૂમિમાં જઈને ભગવાનની મદદ માટે પ્રાર્થના કરે છે. આ વચ્ચે મંડલબાબા ત્યાં આવીને આશા જગાવે છે કે અશોક ત્યારે જ સાધુજીવન અપનાવી શકશે જ્યારે તેનો પરિવાર તેને આખરી દીક્ષા લેવા માટે મંજૂરી આપશે.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી)નો હમશકલ મુથ્થુ ભૂતકાળની દુશ્માવટને લઈને કમિશનર (કિશોર ભાનુશાલી) સામે વેર વાળવા હપ્પુનું અપહરણ કરે છે. મુથુ હપ્પુનો સ્વાંગ ધારણ કરે છે અને તેના ઘરમાં ઘૂસે છે. તે કમિશનરને મારવાનો વારંવાર પ્રયાસ કરે છે, પરંતુ દરેક વખતે નિષ્ફળ જાય છે.

દરિયાન રાજેશ (ગીતાંજલી મિશ્રા) હમશકલ હપ્પુને રીઝવવાનો પ્રયાસ કરે છે, પરંતુ હમશકલ હપ્પુ સતત નકાર આપે છે. તેનું આ વિચિત્ર વર્તન પરિવારના સભ્યોમાં શંકા જગાવે છે. દરમિયાન અસલી હપ્પુ અપહરણકર્તાના સકંજામાંથી ભાગી છૂટે છે. હવે પરિવાર હપ્પુ અને મુથુને એકત્ર જુએ છે ત્યારે તેઓ પણ સ્તબ્ધ રહી જાય છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી કહે છે, “વિભૂતિ (આસીફ શેખ) નોકરી માટે જોબ ઈન્ટરવ્યુ આપવા પોતાની શૈક્ષણિક પાત્રતા લાવે છે. જોકે અન્યો નોકરી મેળવવા માટે વગવશીલાનો ઉપયોગ કરે છે તે જોઈને તેને બહુ દુઃખ થાય છે. વિભૂતિ તાણ હેઠળ આવી જાય છે. તેને ચક્કર આવે છે. તે ઊઠતાં જ પોતાને નાણાંથી ઘેરાયેલો જુએ છે.

તેની બાજુમાં બેઠેલો ભિખારી તેને કહે છે, આજકાલ તમે ફેન્સી પોશાક પહેરશો તો તમને વધુ નાણાં પ્રાપ્ત થશે.” વિભૂતિ રોકડથી ખુશ થાય છે અને યોજના ઘડી કાઢે છે. તે ભીખ માગવાનો નવો ધંધો શરૂ કરે છે અને આ માટે ટીકા (વૈભવ માથુર) અને ટીલુ (સલીમ ઝૈદી)ની મદદ કરે છે.

દરમિયાન અંગૂરી (શુભાંગી અત્રે) અંગ્રેજી આવડતું નહીં હોવાથી તિવારી (રોહિતાશ ગૌર)એ અપમાન કરતાં ભાંગી પડે છે. તેને પાઠ ભણાવવા તે પણ વિભૂતિ સાથે જોડાય છે. વિભૂતિ તેને તૂટેલીફૂટેલી અંગ્રેજીમાં કવિતાઓ બોલીને ભીખ માગવાની સૂચના આપે છે. અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) અને તિવારી ચિંતામાં પડી જાય છે.

તેઓ આ બધાનો અંત કઈ રીતે લાવવો તે વિશે વિચારે છે. તેમને સકસેના (સાનંદ વર્મા) મળતાં સમાધાન પણ મળી જાય છે. સકસેના ભિખારીઓ માટે ઉપચારના સ્વરૂપમાં શોક થેરપી સાથે પુનર્વસન કાર્યક્રમનો વિચાર લાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.