વિક્કી -કેટરીના ફલેટ માટે દર મહિને ૧૭ લાખનું ભાડું આપશે

મુંબઈ, વિક્કી કૌશલ અને કેટરીનાએ મુંબઈના જુહૂના તેમના ફલેટનો લીઝ કરાર રીન્યૂ કરાવ્યો છે. નવેસરથી નક્કી થયેલાં દર અનુસાર વિક્કી દર મહિને ૧૭.૦૧ લાખ રુપિયા ભાડું ચૂકવશે. દર વર્ષે ભાડાંમાં વધારો થતો રહેશે.
ત્રીજાં વર્ષે તે મહિને ૧૭.૮૬ લાખ ભાડું ચૂકવશે. ત્રણ વરસમાં તે કુલ ૬. ૨ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે. વિક્કીનો આ ફલેટ ૮૪૬ ચોરસ ફૂટનો છે. તેની સાથે તેને ત્રણ કાર પાર્કિંગ એલોટ કરાયાં છે.
લીઝ કરાર રીન્યૂ કરાવતી વખતે વિક્કીએ ૧.૬૯ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચૂકવી છે. આ ઉપરાંત તેણે સિક્યોરિટી ડિપોઝિટ તતરીકે ૧.૭૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
૧ જુલાઇ ૨૦૨૧થી વિક્કી કૌશલ આ જ એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે આ ઘરની લીઝ પાંચ વરસ માટે સાઇન કરી હતી. ત્યારે મહિનાનું ભાડું આઠ લાખ રુપિયા હતું.SS1MS