વિકી-કેટરિના પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જાેવા મળશે

કપલ અત્યારે પોતાના કામમાં વ્યસ્ત
વિકી અને કેટરિનાને એકસાથે કામ કરવા માટે ઘણી ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ તેમણે હજી સુધી એક પણ સિલેક્ટ નથી કરી
મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ પોતાના જીવનને અંગત રાખવા માંગે છે. તેમણે લગ્ન પહેલા ક્યારેય રિલેશનશિપની પૃષ્ટિ પણ નહોતી કરી. તેમના લગ્ન પણ અત્યંત ખાનગી ધોરણે કરવામાં આવ્યા હતા. બન્ને અત્યારે પોતાના કામમાં વ્યસ્ત છે. પરંતુ વિકી અને કેટરિનાને આજ સુધી કોઈ સ્ક્રીન શેર કરતા જાેવામાં નથી આવ્યા.
લગ્ન પહેલા પણ નહીં અને લગ્ન પછી પણ નહીં, આ કપલે ક્યારેય સાથે કામ નથી કર્યું. પરંતુ હવે લાગી રહ્યું છે કે ફેન્સની ઈચ્છા પૂરી થવાની છે. ફેન્સ વિકી અને કેટરિનાને #ViKat નામથી ઓળખે છે. વિકી કૌશલ અને કેટરિના કૈફની લવ સ્ટોરીની શરુઆત કોફી વિથ કરણ શૉથી થઈ હતી.
અહીં પહેલા તો કેટરિના કૈફે વિકી કૌશલના વખાણ કર્યા હતા. જ્યારે વિકીને આ વાત જણાવવામાં આવી તો તે સાંભળીને રાજીના રેડ થઈ ગયો હતો. ત્યારપછી ક્યારે અને કેવી રીતે તેમના રિલેશનશિપની શરુઆત થઈ તેની જાણકારી ફેન્સને હજી નથી મળી શકી. પરંતુ ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ તેમણે લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીરો પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. રિપોર્ટ અનુસાર, વિકી અને કેટરિનાએ પોતાના પ્રથમ પ્રોજેક્ટ માટે શૂટિંગ સમાપ્ત કરી લીધું છે.
આ એક જાહેરખબર હશે. બોલિવૂડના એ-લિસ્ટર કપલે મુંબઈમાં જ આ એડ શૂટ કરી હતી. આ એક ક્લોઝ ડોર શૂટ હતું, જે બાંદ્રા વિસ્તારમાં આવેલા મહેબૂબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે વિકી અને કેટરિનાને એકસાથે કામ કરવા માટે ઘણી ફિલ્મોની ઓફર મળી છે, પરંતુ તેમણે હજી સુધી એક પણ સિલેક્ટ નથી કરી. માટે આ એડ તેમનો પ્રથમ પ્રોજેક્ટ હશે.
વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી ગોવિંદા નામ મેરા ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે જાેવા મળશે. આ સિવાય સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ સાથે સેમ બહાદુરમાં પણ જાેવા મળશે. આ સિવાય લક્ષ્મણ ઉતેકરની એક ફિલ્મમાં પણ સારા અલી ખાન સાથે જાેવા મળશે.
આ ફિલ્મનું નામ હજી સામે નથી આવ્યું. કેટરિના કૈફની વાત કરીએ તો તે સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ Phone Bhoot માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૪ નવેમ્બર, ૨૦૨૨ના રોજ રીલિઝ થવાની છે. આ સિવાય સલમાન ખાન સાથે ટાઈગર ૩ અને વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસમાં પણ જાેવા મળશે.ss1