વિકી કૌશલ પત્ની કેટરિના કૈફને વૈજ્ઞાનિક કહે છે

મુંબઈ, ડિસેમ્બર ૨૦૨૦માં વિકી કૌશલે કેટરિના કૈફ સાથે લગ્ન કરીને કેટલીય છોકરીઓના દિલ તોડી નાખ્યા હતા. આજે વિકી અને કેટરિના બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ પૈકીના એક છે. તેમની જાેડીને ફેન્સ ખૂબ પસંદ કરે છે. વિકી કૌશલના પંજાબી પરિવારમાં કેટરિના એકદમ હળીમળી ગઈ છે.
જાહેરમાં વિકી અને કેટરિના એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં ખચકાટ અનુભવતાં નથી. હાલમાં જ એક ઈવેન્ટમાં વિકીએ પત્ની કેટરિનાના દિલ ખોલીને વખાણ કર્યા હતા. વિકીએ કેટરિનાને ‘વૈજ્ઞાનિક’ કહી હતી. હાલમાં જ યોજાયેલી એક ઈવેન્ટમાં વિકી કૌશલે પત્ની કેટરિનાના વખાણ કરતાં તેને ‘હરતી ફરતી ડૉક્ટર અને વૈજ્ઞાનિક’ કહી હતી.
વિકીએ કેટરિનાને આમ કહેવા પાછળના કારણનો પણ ખુલાસો કર્યો હતો. વિકીએ જણાવ્યું કે, કેટરિનાને સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગેની ખૂબ જ્ઞાન છે. વિકીએ આગળ કહ્યું કે, કેટરિના તેને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ કરે છે.
સાથે જ સુનિશ્ચિત કરે છે કે, વિકી બરાબર જમે અને ઊંઘે, ફક્ત કામ પાછળ ભાગતો ના રહે. ઉલ્લેખનીય છે કે, વિકી અને કેટરિનાએ લગ્ન કર્યા તે પછી જ પોતાની રિલેશનશીપનો ખુલાસો કર્યો હતો. ત્યાં સુધી બંનેએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. વિકી અને કેટરિનાએ રાજસ્થાનમાં પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ વર્ષે ૯ ડિસેમ્બરે વિકી અને કેટરિનાના લગ્નને એક વર્ષ થશે.
દરમિયાન, વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં જાેવા મળશે. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મમાં વિકી સાથે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. આ સિવાય વિકી લક્ષ્મણ ઉટેકની ફિલ્મમાં સારા અલી ખાન સાથે દેખાશે. મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’માં વિકી ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના પાત્રમાં જાેવા મળશે.
ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ છે. કેટરિનાની વાત કરીએ તો, તેની પાસે ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે.SS1MS