વિકી કૌશલે કેટરિનાની બર્થડે પર યાદો તાજી કરી
મુંબઈ, કેટરિના કૈફે મંગળવારે તેનો ૪૧મો બર્થ ડે ઉજવ્યો ત્યારે વિકી કૌશલે તેને સૌથી અનોખી રીતે બર્થ ડે વિશ કર્યાે હતો. વિકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાની કેટલીક ક્યારેય નહીં જોયેલી તસવીરો શેર કરી હતી. જેમાં કેટલીક તેમના વેકેશન અને કેટલીક તેમના ઘરની તસવીરો હતી.
આ તસવીરો સાથે વિકીએ એક ઇમોશનલ નોટ પણ લખી હતી. વિકીએ પહેલી તસવીરમાં કેટરિનાને ખુબ નજીક પકડી રાખી છે, અને તે સ્માઇલ કરી રહી છે. તે પછી કેટલીક સેલ્ફી છે, તેમજ તેમનાં લગ્નની તસવીરો પણ છે. તેમની બંનેની સાથે પૂજા કરતી તેમજ કેટરિના ઉંઘતી હોય તેવી તસવીરો પણ છે.
છેલ્લી તસવીરમાં કેટરિના એક ગાડીમાં ઉંઘી રહી હોય અને તેનું માથું નમી ન જાય તે માટે તેની દાઢી વિકીએ પકડી રાખી છે તેવી એક તસવીર છે. આ પોસ્ટની કેપ્શનમાં વિકીએ લખ્યું હતું, “તારી સાથે યાદો બનાવવી એ મારો સૌથી ગમતો હિસ્સો છે. હેપ્પી બર્થ ડે માય લવ.” ઘણા બોલિવૂડ સેલેબ્રિટીએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને કેટરિનાને બર્થડેની શુભેચ્છાઓ આપી હતી.
અનન્યા પાંડેએ લખ્યું હતું, “બેસ્ટ”. તો આયુષ્યમાન ખુરાનાએ લખ્યું હતું, “હેપ્પી બર્થ ડે.” જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર ડોલી સિંઘે લખ્યું હતું,“તમે બંને સૌથી ક્યુટેસ્ટ છો.” છેલ્લે વિકી કૌશલ અને કેટરિના અનંત અને રાધિકાના લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં. ત્યાર પછી કેટરિના લંડન જવા રવાના થઈ ગઈ હતી જ્યારે વિકી હાલ તેની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.SS1MS