વિકી કૌશલ હવે રાજકુમાર હિરાની અને અમર કૌશિક સાથે કામ કરશે
મુંબઈ, વિકી કૌશલ હાલ ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત કલાકાર બની રહ્યો છે, હજુ તો તેની ‘છાવા’ રિલીઝ પણ થઈ નથી અને તે આગામી ત્રણ ફિલ્મોની તૈયારીઓમાં પણ લાગી ગયો છે. તે ઇન્ડસ્ટ્રીના સૌથી સારા ડિરેક્ટર્સ સાથે કામ કરી રહ્યો છે.
હાલ એવી ચર્ચા છે કે ૨૦૨૫ની શરૂઆત જ તેની લક્ષ્મણ ઉટેકર સાથેની ફિલ્મ ‘છાવા’થી થશે. ત્યાર બાદ તે રણબીર કપુર અને આલિયા ભટ્ટ સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વાર’ માટે કામ કરશે. છેલ્લા થોડાં દિવસોથી એવા પણ અહેવાલો છે કે વિકીએ ‘સ્ત્રી ૨’ની સફળતા પછી ડિરેક્ટર અમર કૌશિકની ‘મહાઅવતાર’ પણ સાઇન કરી છે, જેમાં તે ભગવાન પરશુરામના રોલમાં જોવા મળશે.
આ ઉપરાંત હવે તે રાજકુમાર હિરાની સાથે વધુ એક ફિલ્મ કરવાનો હોવાની પણ ચર્ચા છે. ઘણા મહિનાઓ સુધી હિરાની સાથે ચર્ચા બાદ તે અંતે એમની ફિલ્મ કરવા રાજી થયો છે.
હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલે છે અને હજુ આ ફિલ્મનું નામ નક્કી થયું નથી. તેનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે. તેની પહેલા વિકી ‘મહાઅવતાર’નું કામ પૂરું કરશે.હાલ રાજકુમાર હિરાની પણ તેમનાં વિક્રાંત મેસ્સી સાથેના પહેલાં ઓટીટી પ્રોજેક્ટના શૂટમાં વ્યસ્ત છે. આ હિરાનીનો ઓટીટી પર ડેબ્યુ પ્રોજેક્ટ છે. તેથી તેઓ હાલ તેના પર જ સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે.
તેઓ પ્રોડ્ક્શન શરુ કરે તે પહેલાં એક પર્ફેક્ટ સ્ક્રિપ્ટ લખવા માગે છે. વિકી આ ફિલ્મો સિવાય પણ વધુ બે ફિલ્મો માટે અન્ય ડિરેક્ટર્સ સાથે ચર્ચાઓ કરી રહ્યો હોવાની ચર્ચા છે.SS1MS