કેટરિના સાથે જોડાયેલા સવાલ પર અટક્યો વિકી

મુંબઈ, વિકી કૌશલ તેની અપકમિંગ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ને લઈને ચર્ચામાં છે, જેનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું. આ ફિલ્મ ૧૬મી ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે અને તેમાં એક્ટર કિયારા અડવાણી તેમજ ભૂમિ પેડનેકર સાથે રોમાન્સ કરતો દેખાશે.
તેઓ ત્રણેય પ્રમોશનમાં વ્યસ્ત છે અને એકબીજા સાથે મસ્તી કરતાં પણ જાેવા મળે છે. આ જ સંદર્ભમાં વિકીને કેટરીના કૈફ સાથે જાેડાયેલો એવો સવાલ પૂછવામાં આવ્યો હતો જેના પર તેણે વિચારવા માટે સમય લેતાં ખાસ મિત્ર કિયારાએ મજાક ઉડાવી હતી.
વિકી કૌશલને પૂછવામાં આવ્યું હતું કે, અનન્યા પાંડે, રકુલ પ્રીત સિંહ અને કેટરીના કૈફમાંથી કઈ એક એક્ટ્રેસ સાથે તે કામ કરવા માટે ઉત્સાહિત છે. એક્ટરે શરૂઆતમાં કંઈ જવાબ ન આપતાં કિયારા અડવાણીને નવાઈ લાગી હતી અને કહ્યું હતું ‘કેટરીનાના નામ પર પણ તું વિચારી રહ્યો છે? તારે ઘરે નથી જવાનું?’. તે બાદ વિકીએ પત્ની કેટરીનાનું નામ લીધું હતું અને કહ્યું હતું ‘હા…હા…બિલકુલ કેટરીના કૈફ’.
કિયારાએ સૂર પુરાવતાં કહ્યું હતું કે તે બંનેની જાેડી ઓનસ્ક્રીન ખૂબ જામશે. ભૂમિ પેડનેકરને રાજી, સંજૂ અને મસાનમાંથી કઈ ફિલ્મમાં વિકીનું પર્ફોર્મન્સ બેસ્ટ લાગ્યું તેમ પૂછતાં તેણે ‘મસાન’નું નામ લીધું હતું.
‘ગોવિંદા નામ મેરા’માં વિકી કૌશલ કોરિયોગ્રાફરના પાત્રમાં જાેવા મળવાનો છે. ત્યારે અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કેટરીનાને કોરિયોગ્રાફ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું ‘તે ઠીક-ઠાક ડાન્સ કરી લે છે અને ટેલેન્ટેડ છે. જાે કે, તે વધારે સારું કરી શકે છે.
તેથી તેને કોરિયોગ્રાફ કરવી છે’. ત્યારબાદ તરત જ તેણે કહ્યું હતું ‘બસ…આજે ઘરે જઈને જમવાનું નહીં મળે. વિકી કૌશલ અને કેટરીના કૈફ આવતા મહિને પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે. ગયા વર્ષે કપલે ૯મી ડિસેમ્બરે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, એનિવર્સરી માટે તેઓ માલદીવ્સ જવાના છે. આ પહેલા કૌશલ પરિવાર તેમના માટે પૂજા રાખશે તેવી શક્યતા છે.SS1MS