Western Times News

Gujarati News

ગુનેગારોને કડક સજા અને પીડિત પરિવારોને ન્યાય મળશેઃ PM મોદી

file

ભારતીયોની એકતા આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈનો પાયોઃ મોદી

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતના એપ્રિલ મહિનાના કાર્યક્રમના સંબોધનમાં પહેલગામ આતંકવાદી હુમલા પર વાત કરી છે. તેમણે કહ્યું, જ્યારે હું તમારી સાથે મારા મનની વાત કરી રહ્યો છું, ત્યારે મારા મનમાં ઊંડું દુઃખ છે. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દરેક નાગરિકને દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે.

પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યુ કે, પહેલગામમાં થયેલો આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની હતાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે. જે સમયે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજોમાં ઉત્સાહ હતો, બાંધકામ કાર્ય અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહ્યુ હતું, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો હતો, લોકોની આવક વધી રહી હતી, યુવાનો માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું હતું. દેશના દુશ્મનો, જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.

આ સાથે તેમણે જણાવ્યુ કે, આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે, કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી જ તેમણે આટલા મોટા કાવતરાને અંજામ આપ્યો. આતંકવાદ સામેના આ યુદ્ધમાં દેશની એકતા, ૧૪૦ કરોડ ભારતીયોની એકતા આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની આપણી નિર્ણાયક લડાઈનો પાયો છે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણા સંકલ્પને મજબૂત બનાવવો પડશે. આપણે એક રાષ્ટ્ર તરીકે મજબૂત ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકવાદી હુમલા પછી આખો દેશ એક અવાજમાં બોલી રહ્યો છે.

ભારતના લોકોમાં જે ગુસ્સો છે તે આખી દુનિયામાં છે. આ આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાંથી સતત સંવેદનાઓ મોકલવામાં આવી રહી છે. વૈશ્વિક નેતાઓએ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ જઘન્ય આતંકવાદી હુમલાની બધાએ સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીડિત પરિવારોને ખાતરી આપતા તેમણે જણાવ્યુ છે કે, આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા ૧૪૦ કરોડ ભારતીયોની સાથે ઉભી છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે આતંકી અને આતંકના વડાઓ ઈચ્છે છે કે કાશ્મીર ફરી તબાહ થઈ જાય અને એટલા માટે આ મોટા ષડયંત્રને અંજામ આપ્યો. આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં દેશની એકતા, ૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગ, આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા, આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણે દેશની સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પોને મજબૂત કરવાના છે.

આપણે એક રાષ્ટ્રના રૂપમાં દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવાનું છે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકી હુમલા બાદ દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે. આ હુમલાના દોષિતો અને ષડયંત્ર રચનારને કઠોર જવાબ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.