વિક્ટર મુખર્જીના નિર્દેશનમાં બનેલી લકડબગ્ઘાનું ટ્રેલર રિલીઝ
મુંબઈ, વિક્ટર મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લકડબગ્ઘાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં અંશુમન ઝા, રિદ્ધિ ડોગરા, મિલિંદ સોમણ અને પરેશ પાહુજા મુખ્ય ભૂમિકામાં છે. તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં કૂતરાઓની ચોરીની વાત છે. લકડબગ્ઘામાં એક્ટર અંશુમન ઝા મૂંગા પ્રાણી કૂતરા માટે કંઈક કરવા માગે છે. તે બાળપણથી જ માર્શલ આર્ટ શીખે છે.
મિલિંદ સોમણ તેના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. અંશુમન શેરીના કૂતરાઓને ખવડાવે છે. જાે કોઈ તેને હેરાન કરે તો તેનો બદલો પણ લે છે. તે પોતે માર્શલ આર્ટ્સમાં નિપુણ છે. આ ફિલ્મમાં એક વખત અંશુમનનો પ્રિય કૂતરો ક્યાંક ખોવાઈ જાય છે. તેની શોધમાં તે ચારેયબાજુ પરેશાન જાેવા મળે છે. તેને શોધી શકતો નથી.
આ ફિલ્મમાં અંશુમન અને રિદ્ધિ ડોગરાનો રોમાન્સ પણ જાેવા મળે છે. અંશુમન વિવિધ સ્થળોએ માર્શલ આર્ટની તાલીમ લેતો પણ જાેવા મળે છે. હવે સંપૂર્ણ ફિલ્મમાં શું છે તે તો રિલીઝ થયા પછી જ ખબર પડશે. બોલિવૂડમાં મહાત્મા ગાંધી પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ રાજકુમાર સંતોષી હવે જે પ્રકારનું કન્ટેન્ટ લાવી રહ્યા છે તે તમે ભાગ્યે જ જાેયું હશે.
ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી ફિલ્મોથી દર્શકોને મંત્રમુગ્ધ કરી ચુકેલા નિર્માતા રાજકુમાર સંતોષી ફરી એક વખત ધમાકેદાર સ્ક્રીન પર આવ્યા છે. તે પોતાની નવી ફિલ્મ ગાંધી ગોડસે-એક યુદ્ધથી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યા છે.
આ ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાને આપ્યું છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર ૨૭મી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે તેનું ટીઝર ૨ જાન્યુઆરીએ આવ્યું છે. ૧ મિનિટ ૩૨ સેકન્ડમાં તમે એક કલાકની આખી ફિલ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ ય્ર્ઙ્ઘજી ઈા રૂેઙ્ઘર સમજી શકશો અને તમને તે જાેવાનું પણ મન થશે.
રાજકુમાર સંતોષીની આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દીપક અંતાણી મહાત્મા ગાંધીનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે ચિન્મય માંડલેકર નાથુરામ ગોડસેના પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મની વાર્તા રાજકુમારે પોતે લખી છે અને તે તેમના જ પ્રોડક્શન બેનર હેઠળ બની છે.