બુલેટ પર કાશ્મીરની યુવતીનો ખતરનાક સ્ટંટ
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર જમ્મુ કાશ્મીરની યુવતી બુલેટ પર ખતરનાક સ્ટંટ કરતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસને કાર્યવાહી કરવી પડી. વાયરલ વીડિયોમાં યુવતી સ્ટંટ કરતા રોયલ એનફિલ્ડ બુલેટના હૈંડલ છોડીને હાથ હવામાં લહેરાવતી ગીત સાથે ડાંસના રિએક્શન આપી રહી છે. video of J&K girl doing stunt on bullet has gone viral on social media
છોકરી કેમેરા જાેતા વિકટ્રી સાઈન બતાવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નુસરત ફાતિમા નામના યૂઝર આઈડી પરથી સ્ટંટ વીડિયોને અપલોડ કર્યો છે. ૨૧ સેકન્ડના આ વીડિયોને અપલોડ કર્યા બાદ ૫.૩૦ લાખ લોકોએ તેને જાેયો છે. તો વળી ૧૭.૯ હજાર લોકોએ લાઈક કર્યો છે.
Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL
— Nusrat Fatima (@knusrata) August 4, 2023
આ વીડિયોને યુઝરે કેપ્શન આપ્યું છે. આજે હું ગર્વથી કહેવા માગુ છે કે, મારુ કાશ્મીર ન ફક્ત છોકરાઓ માટે પણ અમારા માટે પણ ખૂબ જ બદલાઈ ગયું છે. ૩૭૦ અને ૩૫ એ હટાવતા પહેલા આ શક્ય નહોતું. ધન્યવાદ ભારત સરકાર. ૨૧ સેકન્ડના આ વીડિયોમાં શાહરુખ ખાનની ફિલ્મ Ra.One નું ગીત કૈસા શર્માના આજા નચ કે દિખા દે. છમક છલ્લો…વાગી રહ્યું હતું અને છોકરી ખૂબ જ ફુલ સ્પિડમાં મસ્ક બાઈકિંગની મજા લઈ રહી છે.
બુલેટની સ્પીડ એટલી વધારે હતી કે જમ્મુ કાશ્મીરના ટ્રાફિક પોલીસે વાયરલ થયા બાદ તેનું બાઈક જપ્ત કરી લીધું અને યુવતીનું કાઉંસલિંગ માટે મોકલી દીધી છે. આ પહેલી વાર નથી જ્યારે લોકોએ ટ્રાફિક નિયમોની ધજ્જિયા ઉડાવી બીજાના જીવને જાેખમમાં મુક્યું હોય. તેને જાેતા સરકારે રિલ્સ બનાવવા માટે કેટલાય કડક નિયમો બનાવ્યા છે. જેમાં બાઈક પર વીડિયો બનાવવાનું પણ સામેલ છે.SS1MS