Western Times News

Gujarati News

દેશી ડાન્સ કરતા નીરજ ચોપરાનો વીડિયો વાયરલ

નવી દિલ્હી, ગુરુવારે મુંબઈમાં ભારતીય ખેલ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રમત જગતના મોટા સ્ટાર્સથી લઈને બોલિવૂડના સુપરસ્ટાર્સ પણ જાેવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ક્રિકેટર વિરાટ કોહલી, શુભમન ગિલથી લઈને નીરજ ચોપડા જેવા ઓલ્મપીક ગોલ્ડ મેડાલીસ્ટ હાજરી આપી હતી. જેમાં નીરજ ચોપરાનો ડાન્સ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.

જાેકે, સૂટ બૂટ પહેરીને આવેલા ભારતના આ સુપરસ્ટારે પંજાબી સિંગર હાર્ડી સંધુના ગીત બિજલી બિજલી પર ડાન્સ કર્યો હતો. ખાસ વાત એ છે કે, પાણીપતના રહેવાસી નીરજ ચોપરાએ આ દરમિયાન હરિયાણવી સ્ટાઈલમાં ડાન્સ કર્યો હતો. જેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નીરજ ચોપરાનો આ વીડિયો જેણે પણ જાેયો તે તમામ લોકોના ચહેરા પર હાસ્ય આવી જ ગયું હશે.

જાેકે, આ ઈવેન્ટમાં વિરાટ કોહલી સાથે જાેડાયેલા કેટલાક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ભારતીય સ્પોર્ટ્‌સ ઓનર ૨૦૨૩માં બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી સાથે ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. પીટી ઉષાથી લઈને ભારતીય પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખરાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સમારોહ દરમિયાન વિરાટ કોહલીએ અવની સાથેની તસવીરો પણ ક્લિક કરી હતી, જે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ દરમિયાન હોકી સુપરસ્ટાર સંદીપ સિંહ અને બોક્સર વિજેન્દર સિંહ પણ જાેવા મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.