વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ના ઉમેદવારોના ચૂંટણી ખર્ચનો હિસાબ ચકાસવા અંગે
ચૂંટણી અધિકારી, ૪૦-સાણંદ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર સાણંદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ૪૦-સાણંદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના કામે ચૂંટણી ખર્ચ દેખરેખ પર નિયંત્રણ અંગેની સૂચના સપ્ટેમ્બર-૨૦૨૨ (અંગ્રેજી આવૃત્તિ) ની બુકલેટના પેજ નંબર-૭૨ અને ૭૩ની સૂચના અનુસાર
૪૦-સાણંદ વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી ખર્ચના હિસાબો નિયત નમૂનાના રજિસ્ટરમાં નિભાવાના થાય છે. આ માટેની સૂચના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા માટેનું રજિસ્ટર આપવામાં આવેલ છે.
જે મુજબ ઉમેદવારોશ્રીએ ચૂંટણી ખર્ચના હિસાબો રોજબરોજના તારીખવાર નિયત નમૂનાના રજિસ્ટરમાં નિભાવવાના થાય છે. જે હિસાબો માન. ખર્ચ નિરીક્ષકશ્રી મનીષકુમારની સૂચનાનુસાર ૪૦-સાણંદ વિધાનસભા મતદાર વિભાગ દ્વારા નીચેના સમયપત્રકમાં દર્શાવેલ તારીખ, સમય તથા સ્થળે હિસાબોની ચકાસણી કરવામાં આવશે.
આથી ઉમેદવાર અથવા ઉમેદવારના અધિકૃત એજન્ટે ખર્ચના રજિસ્ટરો તેમજ તેને સંલગ્ન વાઉચરો, બેન્ક સ્ટેટમેન્ટ તેમજ અન્ય આનુષાંગિક પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ક્રમ નં. | તારીખ | વાર | સમય | સ્થળ |
૧ | ૨૫/૧૧/૨૦૨૨ | શુક્રવાર | સવારે ૧૦.૦૦ થી ૦૨.૦૦ | બીજો માળ, કોન્ફરન્સ હોલ, મહેસુલ ભવન, પ્રાંત કચેરી, સાણંદ, અમદાવાદ |
૨ | ૨૯/૧૧/૨૦૨૨ | મંગળવાર | બપોરે ૦૨.૦૦ થી ૦૬.૦૦ | |
૩ | ૦૩/૧૨/૨૦૨૨ | શનિવાર | સવારે ૧૦.૦૦ થી ૦૨.૦૦ |
૫૨-જમાલપુર ખાડિયા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના ઉમેદવારોના ચૂંટણી ખર્ચનો હિસાબ ચકાસવા અંગે
ચૂંટણી અધિકારી, ૫૨-જમાલપુર ખાડિયા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર (બિન ખેતી) અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨માં સમાવિષ્ટ ૫૨-જમાલપુર ખાડિયા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી લડી રહેલ
ઉમેદવારોના ખર્ચના હિસાબો નીચે જણાવેલ તારીખે/સમયે/સ્થળે રાખવામાં આવેલ છે. જો કોઈ ઈચ્છે તો આ સાથે દર્શાવેલ સરનામે હાજર રહી શકશે અને રજૂ કરેલ ખર્ચની નકલ પ્રતિ એક પાનાં દીઠ રૂ. ૧/- (અંકે રૂપિયા એક પૂરા) ચૂંટણી અધિકારી/મદદનીશ ખર્ચ નિરીક્ષક સમક્ષ જમા કરાવી મેળવી શકશે.
તારીખ | વાર | સ્થળ | સમય |
૨૬/૧૧/૨૦૨૨ | શનિવાર | ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ, રાયખડ,
અમદાવાદ |
સવારે ૧૧.૦૦ થી ૦૩.૦૦ કલાક સુધી |
૩૦/૧૧/૨૦૨૨ | બુધવાર | ||
૦૪/૧૨/૨૦૨૨ | રવિવાર |
૪૯ બાપુનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણીલક્ષી ખર્ચના હિસાબોનું નિરીક્ષણ કરાવવા બાબત
ચૂંટણી અધિકારી-૪૯ બાપુનગર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), અમદાવાદની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમ્યાન ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટો તથા રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા સારૂ,
ભારતના ચૂંટણી પંચ દ્વારા વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. ચૂંટણી લડતા ઉમેદવારએ તેઓના ચૂંટણીલક્ષી ખર્ચ દૈનિક ધોરણે નિયત નમૂનાના રજીસ્ટરમાં નોંધવાના રહે છે.
અને ચૂંટણી અધિકારીશ્રી જે તારીખો નક્કી કરે તે તારીખે રજીસ્ટરમાં નોંધવામાં આવેલ ખર્ચ ના રજીસ્ટરો ચૂંટણી અધિકારીની હિસાબી ટુકડી સમક્ષ નિરીક્ષણ ના હેતુ માટે રજુ કરવાના થાય છે. હિસાબો રજુ કરવાની તારીખો નીચે મુજબ છે. તેમજ ઉમેદવારો ખર્ચના હિસાબોનું નિરીક્ષણ કરાવવા આવે તે નિયમ તારીખો અને સમય તેમજ સ્થળ ખાતે સામાન્ય નાગરિક પણ હાજર રહી શકે છે.
તારીખ | વાર | સ્થળ | સમય |
૨૫/૧૧/૨૦૨૨ | શુક્રવાર | છઠ્ઠો માળ, જિલ્લા પંચાયત ભવન, લાલદરવાજા, અમદાવાદ | સવારે ૧૧.૩૦ થી ૦૨.૩૦ કલાક સુધી |
૨૯/૧૧/૨૦૨૨ | મંગળવાર | ||
૦૩/૧૨/૨૦૨૨ | શનિવાર |
૩૯-વિરમગામ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના ઉમેદવારોના ચૂંટણી ખર્ચનો હિસાબ ચકાસવા અંગે
ચૂંટણી અધિકારી, ૩૯-વિરમગામ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી વિરમગામની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ૩૯-વિરમગામ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના કામે ચૂંટણી ખર્ચ દેખરેખ પર નિયંત્રણ અંગેની સૂચના સપ્ટેમ્બર-૨૦૨૨ (અંગ્રેજી આવૃત્તિ) ની બુકલેટના પેજ નંબર-૭૨ અને ૭૩ની સૂચના અનુસાર ૩૯-વિરમગામ વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી ખર્ચના હિસાબો નિયત નમૂનાના રજિસ્ટરમાં નિભાવાના થાય છે. આ માટેની સૂચના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા માટેનું રજિસ્ટર આપવામાં આવેલ છે. જે મુજબ ઉમેદવારોશ્રીએ ચૂંટણી ખર્ચના હિસાબો રોજબરોજના તારીખવાર નિયત નમૂનાના રજિસ્ટરમાં નિભાવવાના થાય છે. જે હિસાબો ખર્ચ નિરીક્ષકશ્રી દ્વારા નીચેના સમયપત્રકમાં દર્શાવેલ તારીખ, સમય તથા સ્થળે હિસાબોની ચકાસણી કરવામાં આવશે.
આથી ઉમેદવાર અથવા ઉમેદવારના અધિકૃત એજન્ટે ખર્ચના રજિસ્ટરો તેમજ તેને સંલગ્ન વાઉચરો, બેન્ક સ્ટેટમેન્ટ તેમજ અન્ય આનુષાંગિક પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ક્રમ નં. | તારીખ | વાર | સમય | સ્થળ |
૧ | ૨૪/૧૧/૨૦૨૨ | ગુરુવાર | સવારે ૧૦.૦૦ થી ૦૨.૦૦ | પહેલો માળ, કોન્ફરન્સ હોલ, તાલુકા સેવા સદન, માંડલ રોડ, વિરમગામ |
૨ | ૨૯/૧૧/૨૦૨૨ | મંગળવાર | સવારે ૦૯.૦૦ થી ૦૧.૦૦ | |
૩ | ૦૪/૧૨/૨૦૨૨ | રવિવાર | સવારે ૧૦.૦૦ થી ૦૨.૦૦ |