Western Times News

Gujarati News

Politics:વિધાનસભા સ્થિત શિવસેનાની ઓફિસ શિંદે જૂથને સોંપી દેવાઈ

(એજન્સી)મુંબઈ, ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમકોર્ટે પણ આંચકો આપ્યો છે. પાર્ટીનું નામ શિવસેના અને તેનું ચૂંટણી ચિહ્ન તીર-કમાન છીનવીને એકનાથ શિંદે જૂથને આપવાના ચૂંટણીપંચના ર્નિણય વિરુદ્ધ તાત્કાલિક સુનાવણીથી ઈનકાર કરી દીધો છે. Vidhansabha Shivsena office

આ ઉપરાંત વિધાનસભામાં સ્થિત શિવસેનાની ઓફિસ પણ એકનાથ શિંદે જૂથને સોંપી દીધી છે. એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ સ્પીકર રાહુલ નાર્વેકર સાથે મુલાકાત કરીને આ અંગે માગણી કરી હતી. તેના પછી સ્પીકરે ર્નિણય લીધો હતો.

આ રીતે શિવસેનાના હાથમાંથી વિધાનસભાની ઓફિસ પણ જતી રહી. આ ઉપરાંત સુપ્રીમકોર્ટે તાત્કાલિક સુનાવણીનો પણ ઈનકાર કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.