100 વર્ષ જૂના ઘરની મુલાકાતે જતાં વિદિશાની જૂની યાદો તાજી થઈ
એન્ડટીવી પર હાસ્યસભર કોમેડી શો ભાભીજી ઘર પર હૈની અનિતા ભાભી ઉર્ફે વિદિશા શ્રીવાસ્તવએ તાજેતરમાં તેના વગન વારાણસીમાં મહાશિવરાત્રિ પર વિશ્વવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા. ત્યાંની ઉજવણી અને શહેરના ધમધમાટની સાક્ષી બનવા ઉપરાંત વિદિશા તેના 100 વર્ષ જૂના ઘરની મુલાકાતે ગઈ ત્યારે તેની જૂની યાદો તાજી થઈ હતી. Vidisha Srivastava goes down memory lane as she visits her 100-year-old house in Varanasi.
તેની ખુશીનો કોઈ પાર નહોતો. વિદિશા (અનિતા ભાભી) આ વિશે કહે છે, “કાશીની આ યાત્રા અત્યંત રોમાંચક અને યાદગાર રહી હતી. હું મારા વતનમાં પાછી આવી રહી હોવાથી પહેલેથી જ રોમાંચિત હતી. મેં કાશી વિશ્વનાથમાં ભગવાનના આશીર્વાદ લીધા, મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને મળી અને બાળપણની યાદો તાજી કરી.
જૂની કબીર ચુરા ગલીમાં ગઈ ત્યારે હું ભાવનાત્મક અને રોમાંચિત થઈ હતી. સમય સાથે ઘણું બધું બદલાઈ ગયું છે. અમારું કબીર ચુરામાં 100 વર્ષ જૂનું ઘર છે, જ્યાં ચાર પેઢી જીવી છે. વિખ્યાત કવિ સંત કબીર, ભારતીય સંગીતકાર અને નર્તક કિશન મહારાજ, ગોપી કિશન, સમતા પ્રસાદ અને ભાઈઓ રાજન અને સાજન મિશ્રા માટે ઘર છે ત્યાં જ મારો ઉછેર થયો તે ગૌરવની લાગણી કરાવે છે.
ગલીઓમાં રમતા બાળકો મારી પાસે દોડી આવ્યા અને અનેક લોકો ગલીઓ અને તેમની બાલ્કનીઓમાં મને જોવા માટે ઊમટી પડ્યા. આ અવસર સુખદ હતો અને મારી સુંદર યાદો તાજી થઈ હતી. અમે ઘર નજીક ગયા અને દરવાજો ખોલતાં જ જૂની યાદો મારી નજરો સામે આવી. નોંધપાત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ છતાં આ સ્થળની લહેર યથાવત રહી છે.
અમારા જૂના પાડોશી મને જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા અને તેઓ મને મળવા માટે દોડી આવ્યા હતા. અમે ઘણી બધી સેલ્ફીઓ લીધી. હું અગાશી પર પણ ગઈ, જે મારું મનગમતું સ્થળ છે. હું અગાશી પર કલાકો વિતાવતી હતી. મેં મારા ભાડૂતોને તાપમાં પાપડ સૂકતા જોયા અને મારી માતા પણ આ રીતે જ પાપડ સૂકવવા મૂકતી તે યાદ આવી ગયું. મારા ભાઈ- બહેનો અને હું પક્ષીઓની હગાર માટે જવાબદાર હતા (હસે છે).”
શહેરની સેર અને બાળપણા ફ્રેન્ડ્સને મળી તે વિશે વિદિશા કહે છે, “બાળપણના ફ્રેન્ડ્સ હંમેશાં સૌથી વિશેષ હોય છે અને બધી ફ્રેન્ડશિપમાં શ્રેષ્ઠ હોય છે. હું દાયકા પછી મારા ફ્રેન્ડ્સને મળી. અમે જ્યાંથી છોડ્યું ત્યાંથી શરૂઆત કરી. અમને લાંબા સમય પછી મળી રહ્યા છીએ એવું મહેસૂસ નહીં થયું.
અમે અમારા સારા જૂના દિવસો અને નટખટ હરકતો વિશે ખૂબ વાતો કરી. આ પછી અમે અમારા ફેવરીટ કાશી ચાટ ભંડારમાં ગયા અને અમારા ફેવરીટ ટમાટર ચાટ અને ગોલ ગપ્પે માણ્યા. અમે ગંગા ઘાટની મુલાકાત સીધી અને સૂર્યાસ્ત સમયે બોટ સવારી પણ કરી. આ અવશ્ય કરવાની પ્રવૃત્તિ છે અને તે બહુ મજેદાર અને અદભુત છે.
અમે શહેર છોડવાની તૈયારી કરતા હતા ત્યારે ભાવનાત્મક બની ગયાં હતાં, પરંતુ સુંદર યાદો લઈને પાછા જઈ રહ્યાં છે તેની ખુશી પણ હતી. બનારસમાં ટૂંક સમયમાં જ પાછા આવવાના વચન સાથે અમે વિદાય લીધી.”