Western Times News

Gujarati News

વાપી કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજની વિદ્ર્યાથિની ખેલો ઈન્ડિયામાં ઝળકી

(પ્રતિનિધિ) વાપી, વાપી ચણોદ સ્થિત કોલેજ કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઓને શિક્ષણની સાથે રમતનું પણ વિશેષ જ્ઞાન અને તાલીમ પૂરી પાડવામાં આવે છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડી મિત્રોની જુડો(ગર્લ્સ) માટે જુડોરમતમાં સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સદર કોલેજની વિધાર્થીની દિવ્યા માહ્યાવંશી (એમ.કોમ.-૨) પસંદગી પામેલ હતી. આ યુનિવર્સિટીની ટીમ લવ્લી પ્રોફેશનલ યુનિવર્સિટી, પંજાબ ખાતે ઓલ ઈન્ડિયાઈન્ટર યુનિવર્સિટીજુડો (ગર્લ્સ) ટુર્નામેન્ટમાં રમવા ગયેલ હતા.

જેમાં દિવ્યા માહ્યાવંશી પણ પોતાનો ઉતકૃષ્ઠ દેખાવ કરીને બેસ્ટ ઓફ સેવનમાં પસંદગી પામતા તે મિનીસ્ટ્રીઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્‌સગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા’ દ્વારા આયોજિત “ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ’-૨૦૨૩” પસંદગી થયેલ છે. જે કોલેજ માટે ખુબ જ ગર્વની બાબત છે. સમગ્ર તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે પૂરુપાડયુ હતું. આ ખેલમાં ઉતકૃષ્ઠ સિઘ્ધી પ્રાપ્ત કરવા કરવા બદલ તેમજ સમગ્ર કોલેજનું નામ રોશન કરતા કોલેજ મેનેજમેન્ટના ચેરમેન કાન્તીભાઈ હરિયા, મેનેજીંગ ટ્રસ્ટી એ.કે.શાહ તેમજ કોલેજના આચાર્ય ડો. પુનમબી. ચૌહાણે વિઘાર્થીનો તેમજ પ્રાધ્યાપકનો અભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવતા જીવનમાં આગળ વધી ઉજવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.