વિદ્યા બાલને છ મહિના સુધી મિરરમાં પોતાનો ચહેરો જોયો નહોતો

મુંબઈ, વિદ્યા બાલને બોલિવૂડમાં ભલે ગણીગાંઠી ફિલ્મો કરી હોય, પરંતુ દરેક ફિલ્મમાં તેણે પોતાના અભિનયથી દર્શકોના દિલોદિમાગ પર ઊંડી છાપ છોડી છે.
તેના નામે કેટલીક આઇકોનિક ફિલ્મો પણ બોલે છે. ‘કહાની’, ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘ઈશ્કિયાં’થી તેણે પોતાની અદાકારીનું હુનર સાબિત કરી બતાવ્યું છે. ૧૭ વર્ષ પછી ભૂલભૂલૈયા-૩માં મજુંલિકા તરીકે પરત ફરી તો ફરીથી દર્શકોને પોતાના દિવાના બનાવી દીધા.
પણ ફિલ્મી દુનિયાની તેની સફર જરાય આસાન નથી રહી.એક સમય એવો હતો જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને અપશુકનિયાળ માનવામાં આવતી હતી. કેમકે જે રોલ માટે તેને પસંદ કરવામાં આવે, તેમાંથી તેને રિપ્લેસ કરી નાખવામાં આવતી હતી.
તેને સાઈન કરી લેવામાં આવી હોય તો પણ એ રોલ બીજી અભિનેત્રીને આપી દેવામાં આવતો હતો.વિદ્યાએ સંઘર્ષના શરૂઆતના દિવસનો એક કિસ્સો તાજેતરમાં જણાવ્યો હતો. એક તમિલ ફિલ્મ માટે તેણે કેટલાક દિવસોનું શૂટિંગ કર્યું હતું. પણ પછી તેને અચાનક રિપ્લેસ કરી દેવામાં આવી.
તેણે ફિલ્મ મેકરને મળવા માટે સમય માંગ્યો અને માતા-પિતા સાથે તેમને મળવા ગઈ.ચેન્નઈમાં ફિલ્મમેકરની ઓફિસમાં તેને પ્રોડ્યુસરે વિદ્યાના શૂટિંગ કરેલા રીલ તેના માતા-પિતા સામે બતાવ્યા અને પૂછ્યું? જરાય હીરોઇન જેવી લાગે છે? તેને એક્ટિંગ કેવી રીતે કરવી એ નથી આવડતું, ડાન્સ કેમ કરવો એ નથી આવડતું.
વિદ્યાએ કહ્યું કે આ ઘટના બાદ મહિનાઓ સુધી તે મિરરમાં પોતાનો ચહેરો જોઈ નહોતી શકી. વિદ્યાને લાગતું હતું કે પોતે સુંદર દેખાય છે. એક્ટ્રેસે કહ્યું હતું કે ફિલ્મ બનાવનારને રિપ્લેસ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેઓ જે શબ્દો વાપરે છે, તેના પ્રત્યે સભાન રહેવું જોઈએ.
કારણ કે શબ્દોમાં કોઈને તાકાત આપવાની અથવા તોડી નાખવાની પણ તાકાત હોય છે.વિદ્યાએ કહ્યું કે તે આ ઘટના કોઈ દિવસ નહીં ભૂલે. કેમકે આ ઘટનાએ તેને શીખવ્યું કે લોકો સાથે શાલીનતાપૂર્ણ વર્તન કરવું કેટલું જરૂરી છે. વર્ક્ર ળન્ટની વાત કરીએ તો વિદ્યા બાલન ટૂંક સમયમાં ફરીથી મોટા પડદે જોવા મળશે. વિદ્યાએ ઉમેર્યું કે પેનડેમિક પછી વુમન સેન્ટ્રિક ફિલ્મો બનાવવી વધુ મુશ્કેલ બની છે.SS1MS