Western Times News

Gujarati News

વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી જૂના દિવસો કર્યા યાદ

મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને દરેક ફિલ્મમાં એકથી એક યાદગાર રોલ કર્યા છે. તેણે વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ પરિણીતાથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે હવે તેને આ ફિલ્મની સાથે ઈન્ડસ્ટ્રીમાં ૧૮ વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મનું નિર્દેશન દિવંગત ફિલ્મ નિર્માતા એવા પ્રદીપ સરકારે કર્યું હતું. તે

વામાં હવે વિદ્યા બાલને આ ફિલ્મને યાદ કરતાં એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ફિલ્મ નિર્માતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યા બાલને પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પરિણીતા ફિલ્મ સાથે જાેડાયેલી યાદોનો એક વીડિયો મુક્યો છે.

આમાં વિદ્યાની સાથે પ્રદીપ સરકાર પણ જાેવા મળી રહ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં ફિલ્મનું જ ગીત પીયૂ બોલે વાગી રહ્યું છે. વિદ્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, દાદા પરિણીતા જેવી ફિલ્મ અને મારી પર વિશ્વાસ મુકવા બદલ આભાર તમારો. ત્યારે આજે આ ફિલ્મને ૧૮ વર્ષ પૂર્ણ થયા છે.

આપને જણાવી દઈએ કે, પરિણીતા ફિલ્મ એ વિદ્યા બાલનની પહેલી ફિલ્મ હતી. તેને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. બીજી તરફ વિદ્યા બાલનના આ વીડિયો પર તેના ફેન્સ જાેરદાર કમેન્ટ કરી રહ્યા છે. સાથે જ ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે. તો કેટલાક ફેન્સ વિદ્યાને અભિનંદન પાઠવી રહ્યા છે.

ફિલ્મ પરિણીતા એ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની વર્ષ ૧૯૧૪માં આ જ નામે આવેલી નવલકથાનું હિન્દી વર્ઝન છે. પ્રદીપ સરકારના નિર્દેશનમાં બનેલી આ પહેલી ફિલ્મ હતી, જેમાં વિદ્યાની સાથે સૈફઅલી ખાન, સંજય દત્ત, દિયા મિર્ઝા, સબ્યસાચી ચક્રવર્તી, રાઈમા સેન જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. તો બોક્સઑફિસ પર આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આપને જણાવી દઈએ કે, લગે રહો મુન્નાભાઈ, ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં વિદ્યા બાલનના વખાણ કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.