Western Times News

Gujarati News

વિદ્યા બાલને રિક્રિએટ કર્યો જેઠાલાલનો ફેમસ ડાયલોગ

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન ફિલ્મની સાથે સાથે તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે પણ ચર્ચામાં રહે છે. વિદ્યા બાલન ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર ફની રીલ્સ શેર કરતી હોય છે.

વિદ્યાના ફેન્સને તેના આ વીડિયો ખૂબ પસંદ આવે છે. અને તાજેતરમાં તો વિદ્યાએ એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં તે તારક મહેતા કા ઉલટા ચશમા સીરિયલના લોકપ્રિય પાત્ર જેઠાલાલના એક ફેમસ ડાયલોગને રિક્રિએટ કરતી જણાઈ રહી છે.આ વીડિયોમાં તેની એક મિત્ર પણ સાથે જાેવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)


વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ પર મિત્ર અદિતી સંધુ સાથે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે વિદ્યા જેઠાલાલના એક ડાયલોગ પર એક્ટિંગ કરી રહી છે. વિદ્યાની મિત્ર એક ટ્યુન પર ડાન્સ કરતી હોય છે અને પછી વિદ્યા બાલન તેને રોકતાં કહે છે, એ સીધી ઉભી રહે, ઝુલતા મિનારા…આ શું કરી રહી છે? આ સાથે જ વિદ્યા બાલને કેપ્શનમાં લખ્યું છે કે, પાર્ટી પૂપર કોણ છે? હું? અને તેણે મિત્ર અદિતી સંધુને ટેગ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે અસલમાં આ ડાયલોગ ટીવીની લોકપ્રિય કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માનો છે. અહીં જેઠાલાલ ચંપકલાલ ગઢા પોતાની પત્ની દયાને સંબોધીને આ ડાયલોગ કહે છે. આ ડાયલોગના અન્ય લોકોએ પણ વીડિયો રેકોર્ડ કર્યા છે.

જેઠાલાલનો આ ડાયલોગ જાણે વાયરલ થઈ ગયો છે. વિદ્યા બાલનનો વીડિયો પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેના ફેન્સ વખાણ કરી રહ્યા છે અને વીડિયોને અત્યંત ફની જણાવી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે વિદ્યાએ કોઈ ટીવી સીરિયલના ડાયલોગને રિક્રિએટ કર્યો હોય. આ પહેલા પણ તેણે સ્ટાર પ્લસની ફેમસ સીરિયલ અનુપમાનો એક ડાયલોગ રિક્રિએટ કર્યો હતો.

અનુપમાનો આ ડાયલોગ પણ ખૂબ વાયરલ થયો હતો, જેના પર જાહ્નવી કપૂરે પણ રીલ બનાવી હતી. આ વીડિયો પર અનુપમાનું પાત્ર ભજવતી અભિનેત્રી રુપાલી ગાંગુલીએ પણ પ્રતિક્રિયા આપી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો વિદ્યા બાલનની ફિલ્મ જલસા આ વર્ષે ઓટીટી પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં શેફાલી શાહ પણ તેની સાથે લીડ રોલમાં જાેવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.