નંદામુરી બાલાક્રિશ્નાની ‘અખંડા ૨ અને થંડવમ’માં વિદ્યા બાલનની એન્ટ્રી

મુંબઈ, નાતાસિમ્હા નંદામુરી બાલાક્રિશ્ના હાલ તેની ફિલ્મ ‘અખંડા ૨ -થંડવમ’માં વ્યસ્ત છે, આ ફિલ્મ બોયાપતિ શ્રીનુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ અખંડાની સિક્વલ ફિલ્મ છે. હાલ પૂર ઝડપે તેના શૂટિંગનું કામ ચાલે છે.
ત્યારે હવે એવા અહેવાલો છે કે વિદ્યા બાલન આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે. આ અહેવાલો મુજબ વિદ્યા આ ફિલ્મમાં એક રાજનેતાના રોલમાં જોવા મળશે. એનટીઆરની બાયોપિક પછી બીજી વખત વિદ્યા નંદામુરી બાલાક્રિશ્ના સાથે કામ કરતી જોવા મળશે.
તાજેતરમાં જ આ ફિલ્મનું મહત્વનું શૂટિંગ હૈદ્રાબાદમાં પૂરું થયું છે. હવે તેઓ આગળનું શૂટ હિમાલયના વિસ્તારોમાં કરવાના છે. તેના માટે ડિરેક્ટર શ્રીનુ અને તેમની ટીમ લોકેશનની શોધમાં છે. ત્યાં કેટલાંક મહત્વના સીન શૂટ કરવામાં આવશે. તેમાં બાલાક્રિશ્નાના પાત્ર અખંડાના એક્શન સીન સહીતના શૂટિંગ થશે. આ પણ એક પૅન ઇન્ડિયા રિલીઝ હશે, જેમાં નંદામુરી બે અલગ અલગ રોલમાં જોવા મળશે.
આ ફિલ્મમાં સંયુક્તા મેનન અને પ્રગ્યા જયસ્વાલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. સંજય દત્ત પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે, તેની સાથે આધિ પિનિસેટ્ટી મહત્વના અને નેગેટીવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે, જે દર્શકો માટે દશેરાની ગિફ્ટ હશે. થમન આ ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કરી રહ્યા છે.SS1MS