બ્રિટિશ ડોક્ટર અને જાણીતા ટીવી પ્રેઝેન્ટર માઇકલ મોઝલીનું નિધન
મુંબઈ, બ્રિટિશ ટીવીનો ખૂબ જાણીતો ચહેરો એવા જાણીતા ટીવી પ્રેઝેન્ટર અને એક ડોક્ટર એવા માઇકલ મોઝલીનું બાડી રવિવારે ગ્રીક આઇલેન્ડમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યું હતું.
તેઓ બુધવારે વોંકિંગમાં જવા નીકળ્યા પછીથી ગાયબ હતા અને તેમના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તેમના પત્નીએ એક નિવેદનમાં કહ્યું હતું, “માઇકલ એક એડવેન્ચરસ માણસ હતો, તેથી જ તે બીજાથી ખાસ હતો. તેણે ભૂલથી ટ્રેકિંગ માટે ખોટો રસ્તો લઈ લીધો અને ત્યાંથી તે પડી ગયો.”
મોઝલીના એટોપ્સી રિપોર્ટ મુજબ બુધવારે બપોરે જ તેનું નિધન થઈ ચૂક્યું હતું. એક પત્થરની શીલા નીચેથી તેમનું બોડી મળી આવ્યું હતું. જે ઉપરથી નીચે પડીને મૃત્યુ થયું હોવાનું દર્શાવતું હતું. તેના હાથમાં એક લેઘર બેગ હતી. ૬૭ વર્ષના મોઝલી બ્રિટનના ટીવી અને રેડિયો માટે ખૂબ જાણીતું નામ હતું.
અખબારોમાં તેમની નિયમિત કોલમ છપાતી હતી. બીબીસીની સાયન્સ ડોક્યુમેન્ટરી ‘ધ હ્યુમન ફેસ’ માટે તેઓ ૨૦૨૨માં એમી એવોડ્ર્ઝ માટે નોમિનેટ થયા હતા. તેમાં એલિઝાબેથ હર્લી અને પીઅર્સ બ્રોસનન તેમજ ડિવેડ એટનબરોએ કામ કર્યું હતું.
બ્રિટનની બહાર તેઓ પોતાના પુસ્તક ‘ધ ફાસ્ટ ડાયેટ’ માટે ખુબ જાણીતા હતા. આ પુસ્તક એવા લોકો માટે હેલ્ફફુલ હતું, જેઓ ભોજનમાં કેલેરીનું પ્રમાણ ઘટાડીને બે દિવસથી એક અઠવાડીયામાં જ આરોગ્યપ્રદ રીતે વજન ઘટાડી શકે છે. ત્યાર બાદ તેમણે રૅપિડ વેઇટ લોસ પ્રોગ્રામ પણ શરૂ કર્યાે હતો તેમજ તેના આધારે ડાયેટ અને કસરત માટેની ફિલ્મો પણ બનાવી હતી. તેમની પત્ની પણ એક ડોક્ટર, લેખક અને કોલમિસ્ટ છે.SS1MS