સમાજની પરવા કર્યા વિના વિજય આનંદે સગી ભાણી સાથે લગ્ન કરી લીધાં હતાં
મુંબઈ, આ કહાની બોલિવૂડના એક એવા ચર્ચિત અને ફેમસ ડાયરેક્ટરની છે જેણે ૭૦-૮૦ના દશકમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મોનું નિર્માણ કર્યુ અને પોતાના ભાઇને સ્ટાર બનાવ્યો. તેની કેટલીક ફિલ્મો તો કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે અને બોલિવૂડની ધરોહર છે. તેમણે પોતે પણ ઘણી ફિલ્મોમાં લીડ રોલ કર્યો છે. જાે કે તેની પર્સનલ લાઇફ વિવાદોમાં રહી.
અમે વાત કરી રહ્યાં છીએ બોલિવૂડને ‘ગાઇડ’, ‘જ્વેલ થીફ’, જાેની મેરા નામ, કાગઝ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર ચર્ચિત અને ફેમસ પરણિત ડાયરેક્ટર વિજય આનંદની. ૨૨ જાન્યુઆરી ૧૯૩૪ના રોજ પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા વિજય આનંદે રોમેન્ટિક, કોમેડી, ફેમિલી ડ્રામા અને થ્રિલર દરેક પ્રકારની ફિલ્મો બનાવી છે.
પોતાના બંને મોટા ભાઇ ડાયરેક્ટર- પ્રોડ્યુસર ચેતન આનંદ અને એક્ટર- ડાયરેક્ટર દેવ આનંદ સાથે મળીને વિજય આનંદે ‘નવકેતન ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસમાં કામ કરવાનું શરૂ કર્યુ અને જલ્દી જ પોતાની અલગ ઓળખ બનાવી. વિજય આનંદે ૧૯૭૮માં સમાજના તમામ રિતીરિવાજાેને નેવે મૂકીને પોતાની જ મોટી બહેનની દીકરી એટલે કે સગી ભાણી સુષમા કોહલી સાથે બીજા લગ્ન કર્યા.
આ લગ્નને લઇને તેમના પરિવાર અને સમાજમાં ખૂબ જ હોબાળો થયો. જાે કે પછીથી તેમના પરિવારે તેમના સંબંધને મંજૂરી આપી દીધી. હવે તે બંને આ દુનિયામાં નથી. સુષમા કોહલીએ ૨૦૧૮માં એક ઇન્ટરવ્યુમાં પોતાના પતિ વિજય આનંદના જીવનના ઘણા પાસા ઉજાગર કર્યા હતાં. સુષમાએ કહ્યું હતું કે, તેના પતિએ રોમેન્ટિક ફિલ્મો બનાવી, ઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ શરમાળ હતાં.
સુષમાએ જણાવ્યું કે, વિજયજી ખૂબ જ શાંત સ્વભાવના વ્યક્તિ હતાં. હું જ તેમના પર ક્યારેક ગુસ્સો કરતી હતી. ગોલ્ડી (વિજય આનંદનું ઉપનામ) અને મે ૧૯૭૮માં રામ-બલરામ ફિલ્મના શુટિંગ દરમિયાન લગ્ન કર્યા હતાં. તેમને મારી સાદગી પસંદ આવી હતી. તે ખૂબ જ શાંત અને શરમાળ સ્વભાવના હતાં. હું તેમને ઘણીવાર જાણીજાેઇને ચિડાવતી હતી.
ક્યારેક તે મને સમજાવતા હતાં અને ક્યારેક હું વાત સંભાળી લેતી હતી. ઇન્ટરવ્યુમાં સુષમાએ જણાવ્યું કે, તે ક્યારેક જ કોઇ વસ્તુને લઇને ફરિયાદ કરતાં હતાં. જ્યારે પણ તે આવું કરતાં, તો મને ખૂબ જ ખુશી થતી હતી. તે મને સાડીમાં જાેવાનું પસંદ કરતાં હતા અને અમને સાથે હરવું-ફરવું ખૂબ જ પસંદ હતું.SS1MS