થિયેટરમાં ફિલ્મ જાેતી વખતે વિજય દેવરાકોંડાની આંખોમાં આંસુ આવી ગયા

ફિલ્મની નિષ્ફળતાથી લાઈગર નાખુશ
ફેમસ ફિલ્મમેકર કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી લાઈગરથી લોકોને ઘણી અપેક્ષા હતી
મુંબઈ, તાજેતરમાં સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની ફિલ્મ લાઈગર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફેમસ ફિલ્મમેકર કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી લાઈગરથી લોકોને ઘણી અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મ પબ્લિક ડિમાન્ડ પર હિટ સાબિત ન થઈ.
જેના કારણે વિજય દેવરાકોંડા ઘણો નારાજ છે. આ દરમિયાન ફિલ્મની નિષ્ફળતાને જાેતા વિજયનું રિએક્શન સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લાઈગરનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું હતું, ત્યારે એવું લાગ્યું કે વિજય દેવરાકોંડાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના બધા રેકોર્ડ તોડી નાખશે, પરંતુ હકીકતમાં આવું ન થયું અને પરિણામ એ આવ્યું કે ફિલ્મ લાઈગરને સિનેમાઘરોમાં જાેવા માટે દર્શકો પહોંચી નથી રહ્યા, જેના કારણે ફિલ્મના શો કેન્સલ કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન ટ્રેક ટોલિવૂડના સમાચાર પ્રમાણે, વિજય દેવરાકોંડા હાલમાં પોતાની ફિલ્મ લાઈગરને જાેવા માટે હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં પહોંચ્યો હતો, પરંતુ જ્યારે વિજયે જાેયું તો આ સિનેમાઘરમાં લોકોની સંખ્યા ઘણી ઓછી હતી આ જાેઈ તે ઘણો નિરાશ થઈ ગયો છે.
ફિલ્મનું આવી હાલત જાેઈ વિજય દેવરાકોંડાની આંખોમાં આસુ આવી ગયા. ૨૫ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ લાઈગર બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ નથી કરી શકી. ફિલ્મે ઓપનિંગ ડે પર હિન્દી વર્ઝનમાં ૫ કરોડથી વધારે કમાણી કરી હતી.
પરંતુ તેના પછી કમાણીના આ ગ્રાફમાં સતત ઘટાડો આવી રહ્યો છે, જેના કારણે ફિલ્મે સોમવારે બોક્સ ઓફિસ પર લગભગ દોઢ કરોડનો બિઝનેસ કર્યો. આવી સ્થિતિમાં એ કહેવું ખોટું નથી કે વિજય દેવરાકોંડાની લાઈગરને લોકોએ નકારી દીધી છે. આ ફિલ્મમાં વિજય સિવાય એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન, અનન્યા પાંડે અને રોનિત રોય મુખ્ય રોલમાં છે.ss1