વિજય દેવરકોંડાની ફિલ્મે એઆઈ-થી બનેલો થિમેટિક વીડિયો લોંચ કરીને ઇતિહાસ સર્જ્યાે

મુંબઈ, વિજય દેવરકોંડાની ‘કિંડમ (સામ્રાજ્ય)’નું ટીઝર લોંચ થઈ ગયું છે, જે અત્યાર સુધીમાં તેની વાતો સાંભળીને લોકોએ રાખેલી બધી જ અપેક્ષાઓ પર ખરું ઊતર્યું છે.
વિજય દેવરકોંડા તેમાં એક બહાદૂર અને ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળે છે. એક ગંભીર, ડરામણો અને અનિંયંત્રિત તાકાત ધરાવતું પાત્ર છે. તેની ઊર્જા અને શક્તિ જોઈને એવો અંદાજ આવે છે કે આ એક મહાનતાને પ્રાપ્ત કરનારું પાત્ર બની રહેશે.આ ટીઝર રિલીઝ થયાના માત્ર ૨૪ કલાકમાં જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે, જેને અકલ્પ્ય ૧૦ મિલિયન વ્યૂઝ મળ્યા છે.
અત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં આવી ગઈ છે અને ફિલ્મની રિલીઝ પહેલાં જ તેની અસરનો અંદાજ આવી શકે છે.કિંડમે આ સાથે એક ઇતિહાસ સર્જ્યાે છે, જેનું ટીઝર સંપુર્ણપણે એઆઈથી ડિઝાઇન થયેલો એક થિમેટિક વીડિયો અને સાઉન્ડટ્રેક છે, તેનાથી ફિલ્મ બનાવવાની અને તેના માર્કેટિંગની પ્રક્રિયામાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત થયો છે.
ડિજીટલ ક્ષેત્રે આ એક નોંધપાત્ર સિદ્ધી છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો પ્રભાવ પણ દર્શાવે છે, આ ટેન્કોલોજી ઇનોવેશન બાબતે નવી શરૂઆતના પ્રારંભને દર્શાવે છે. જ્યાં એઆઈ માત્ર એક સાધન નહીં પણ કલાત્મક અને સર્જનાત્મક રીતે લોકો સમક્ષ વાર્તા પ્રસ્તુત કરવાનો એક સ્ત્રોત બની રહેશે.
આ ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે ગૌતમ તિન્નૌરી અને અનિરુદ્ધ રવિચંદ્રન પ મહત્વના રોલમાં છે. કિંડમ ૩૦મેના રોજ મોટા પડદે રિલીઝ થશે. ત્યારે આ નવતર પ્રયોગથી ફિલ્મ બાબતે દર્શકોમાં ઘણી ઉત્સુકતા વધી છે.SS1MS