એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને વિજય ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા
મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહરનો ચેટ શો કોફી વિથ કરણ ૭ આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ સપ્તાહે રિલીઝ થયેલા એપિસોડમાં અર્જુન રેડ્ડી ફેમ એક્ટર વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ શોમાં બંનેએ સેક્સ લાઈફ અને ડેટિંગ અંગેના કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વિજય દેવરકોંડાનું રિલેશનશીપ સ્ટેટસ જાણવા માટે ફેન્સ ઉત્સુક હતા.
એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને વિજય ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આ મુદ્દે વિજયે સ્પષ્ટતા કરી હતી ઉપરાંત સમંથા રૂથ પ્રભુ અંગેની લાગણીઓ પણ ખુલાસો કર્યો હતો. સાથે જ વિજયે જણાવ્યું કે તે કેમ પોતાનું રિલેશનશીપ સ્ટેટસ કન્ફર્મ નથી કરવા માગતો.
કોફી વિથ કરણ ૭ના એપિસોડમાં કરણ જાેહરે વિજય દેવરકોંડા પાસેથી કેટલીય માહિતી કઢાવવાની કોશિશ કરી હતી પરંતુ સફળતા ના મળી. કરણે વિજયને તેના રિલેશનશીપ સ્ટેટસ અંગે સવાલ કર્યા હતા. રશ્મિકા મંદાના સાથેના સંબંધ વિશે પૂછ્યું હતું. એટલું જ નહીં કરણે તો વિજયને એમ પણ પૂછી લીધું કે શું તે થ્રીસમ કરશે? વિજયે આ બધા જ સવાલોના ખુલ્લા દિલે જવાબ આપ્યા હતા.
લાખો છોકરીઓ વિજય દેવરકોંડાની દિવાની છે. બોલિવુડમાંથી સારા અલી ખાન, જ્હાન્વી કપૂરમાં પણ વિજયનો ભારે ક્રેઝ છે. અનન્યા પાંડે પણ કહી ચૂકી છે તેણે લાઈગરના સેટ પર વિજયને લાઈન મારવાનો ટ્રાય કર્યો હતો પરંતુ તે ભાવ જ નહોતો આપતો.
જાેકે, લાગી રહ્યું છે કે, વિજયનું દિલ કોઈ બીજા માટે જ ધડકે છે. એટલે જ કરણે જ્યારે રશ્મિકા મંદાના સાથેના તેના કથિત અફેર અંગે સવાલ કર્યો તો એક્ટરે કહ્યું, “મેં શરૂઆતમાં રશ્મિકા સાથે બે ફિલ્મો કરી હતી. ફિલ્મો દ્વારા તમે એકબીજા સાથે ઘણું વહેંચો છે.
રશ્મિકા ખૂબ પ્રેમાળ છે. મને તે ગમે છે અને મારી ખૂબ સારી ફ્રેન્ડ છે.” જે બાદ કરણ જાેહરે વિજયને તેના રિલેશનશીપ સ્ટેટસ વિશે પૂછ્યું કે શું તે સિંગલ છે કે કોમ્પ્લિકેટેડ રિલેશનશીપમાં છે? જેના જવાબમાં સાઉથ સ્ટારે કહ્યું, “જે દિવસે મારા લગ્ન થશે, મારા બાળકો આવશે એ દિવસે હું સરાજાહેરમાં કહીશ. પરંતુ અત્યારે હું રિલેશનશીપ સ્ટેટસ અંગે કંઈ પણ કહીને કોઈને દુઃખ નથી પહોંચાડવા માગતો.
મને વિશ્વાસ છે કે એવા કેટલાય લોકો છે જે એક્ટર તરીકે મને પ્રેમ કરે છે. હું તેમની લાગણીઓને ઠેસ નથી પહોંચાડવા માગતો. તેઓ મને આટલો પ્રેમ આપે છે ત્યારે હું કોઈની સાથે છું તેમ કહીને તેમનું દિલ નથી તોડવા માગતો.”SS1MS