વિજય થલાપતિએ તમિલાગા વેત્રી કઝગમ પક્ષ લોન્ચ કર્યો
નવી મુંબઇ, સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. રજનીકાંત પછી વિજયને લોકો સૌથી વધુ પસંદ કરે છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જાેતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને હવે તે રાજકારણમાં પ્રવેશ કરીને તેમના માટે કામ કરવા જઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે, સાઉથ સ્ટાર વિજયે લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે પોતાની પાર્ટીનું નામ પણ જાહેર કર્યું છે. વિજયે પોતાની પાર્ટીનું નામ તમિલાગા વેત્રી કઝગમ રાખ્યું છે.
વિજયે પોતાના નિવેદનમાં કહ્યું – અમે અમારી પાર્ટી તમિલાગા વેત્રી કઝગમને રજીસ્ટર કરવા માટે આજે ચૂંટણી પંચને અરજી કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય આગામી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. એ પણ મૂળભૂત રાજકીય ફેરફારો લાવવા માટે, જે લોકો ઇચ્છે છે. એક્ટરે લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. તેમણે આ ખુલાસો પણ કર્યો છે.
વિજયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવાના નથી અને ન તો આ ચૂંટણીમાં કોઈ પાર્ટીને સમર્થન કરશે. અમે જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે આ ર્નિણય લીધો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા વિજયે તેની નવી ફિલ્મ ય્ર્ંછ્ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભુદેવા, પ્રશાંત અને અજમલ જાેવા મળશે. વિજયે તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. SS2SS