વિજયનગર તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ગ્રહણ કર્યો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ઠેર ઠેર નારાજગી વધતી જાય છે. અને નારાજ થયેલા કોંગ્રેસના જુના કાર્યકર્તાઓ કોંગ્રેસને રામરામ કરી ભાજપની નીતિથી પ્રભાવિત થઈ ભાજપનો કેસરિયો ગ્રહણ કરી રહ્યા છે.
વિજયનગરના ટોકરા વસાહત મુકામે ઝાડોલ ધારાસભ્ય બાબુલાલ ખરાડી, પૂર્વ ધારાસભ્ય અને ખેડબ્રહ્મા વિધાનસભાના પ્રભારી ગજેન્દ્ર સક્સેના, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ની આગેવાનીમાં પૂર્વ તાલુકા પ્રમુખ કાંતાબેન બલેવીયા, પૂર્વ તાલુકા સમિતિના પ્રમુખ સુરેશદાન ગઢવી, માલધારી સેલના પ્રમુખ
ભગવાનદાસ રબારી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો, આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અનિલ કમજી અસારી, પૂર્વ સરપંચ કાથરોટી રમણભાઈ બોડાત તેમજ કાલવણ, કાથરોટી, ધોલવાણી, ખારીબેડી, નવાભગા તથા અભાપુરના ૫૦૦ જેટલા આગેવાન કાર્યકરોએ કોંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરિયો ગ્રહણ કર્યો હતો.